Team Chabuk-Entertainment Desk: સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલથી તમામ હદો પાર કરનાર અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi javed) ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ઉર્ફી જાવેદે ચાહકોને ચોંકાવી દીધા છે. ઉર્ફી જાવેદે સેમી ન્યૂડ ફોટોશૂટ કરીને ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. તેનો આ લુક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે તેની સાથે શું થઈ ગયું છે. ઉર્ફી જાવેદ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા લેટેસ્ટ વિડિયોમાં તેનું શરીર ઉપરનું ભાગ અન્ય મહિલાના હાથથી ઢંકાયેલું છે.
આખરે આ મહિલા કોણ છે, તે જાણવાનો તમામ પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે બીજું કોઈ નહીં પણ ઉર્ફી જાવેદના આઉટફિટ ડિઝાઈનર શ્વેતા ગુરમીત કૌર છે. ઉર્ફીએ તેમનો આભાર પણ માન્યો છે, તેમને તેમનો મદદગાર હાથ ગણાવ્યો છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં શ્વેતા ગુરમીતે પોતાની સ્ટાઇલથી ધૂમ મચાવી છે. શ્વેતા પોતે વાસ્તવિક જીવનમાં ઉર્ફી જાવેદ જેવા જ કપડાં પહેરે છે. તે ઘણીવાર ટોન્ડ બોડી અને ફિટનેસને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. શ્વેતા વાસ્તવિક જીવનમાં એકદમ ગ્લેમરસ અને સિઝલિંગ છે. તે ઉર્ફી જાવેદની ખૂબ સારી મિત્ર પણ બની ગઈ છે.
થોડા દિવસો પહેલા ઉર્ફીએ શ્વેતા માટે એક વીડિયો પોસ્ટમાં કહ્યું હતું કે તે હંમેશા તેની મદદ માટે તેની સાથે ઉભી છે. હંમેશા તેમને સપોર્ટ કરે છે. શ્વેતાનો હાથ તેની પર રહે છે. ક્યાંક આ વીડિયો પોસ્ટ દ્વારા ઉર્ફી જાવેદ એ કહેવાનો પ્રયાસ કરી રહી છે કે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં શ્વેતાનો હાથ છે. ઉર્ફી જાવેદે તેની તાજેતરની પોસ્ટમાં તેને ટેગ પણ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
