Homeગુર્જર નગરીઘર ખરીદનાર માટે મહત્વના સમાચાર, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ઘર ખરીદનાર માટે મહત્વના સમાચાર, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Team Chabuk-Gujarat Desk: ઘરની ખરીદીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જમીન ખરીદી મામલે હાઈકોર્ટે ચુકાદો આપીને સ્પષ્ટ કર્યું છે કે, લોકોને જમીનની કિંમત પર નહીં માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગશે. મહત્વનું છે કે બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી જીએસટી ઉઘરાવીને સરકારને જમા કરાવતા હતા પરંતુ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને માત્ર બાંધકામ પર જ જીએસટી લેવાનો ચુકાદો આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં અરજીકર્તાએ સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ GST લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા GSTમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં. કેસના અરજદારે કહ્યું કાયદાકીય જોગવાઈ પ્રમાણે GST વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર GSTની વસુલાત ન કરી શકે.

હાઇકોર્ટે અરજદારની અરજી પર ચુકાદો આપતા જણાવ્યું છે કે, સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઈ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ GST વસુલી શકાશે.

joi e che

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર GST લાગું પડે કે નહીં તેને લઇને વિવાદ ઉભો થયો હતો. જેના કારણે ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બન્યું હતું. GSTના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે GST ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. 

કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર GST લાગે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ GSTના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments