Homeતાપણુંભાજપ અધ્યક્ષ પાટીલે કેજરીવાલ અને રાહુલ પર કર્યા પ્રહાર, નામ લીધા વગર...

ભાજપ અધ્યક્ષ પાટીલે કેજરીવાલ અને રાહુલ પર કર્યા પ્રહાર, નામ લીધા વગર એકને મહાઠગ અને એકને પપ્પુ ગણાવ્યા

Team Chabuk-Political Desk: રાજ્યમાં વર્ષ 2022ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની શક્યતા છે ત્યારે ચૂંટણીનો માહોલ હાલ રાજ્યભરમાં ગરમાયો છે. ચૂંટણીનો વર્ષ હોય નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો પણ કરી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર નામ લીધા વગર પ્રહારો કર્યા છે.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો મિશન 2022 વન ડે વન ડિસ્ટ્રિક્ટ હેઠળ આજે સુરત જિલ્લામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પેજ પ્રમુખોના સંમેલન સાથે ભાજપ અધ્યક્ષ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મહાઠગ ગુજરાત આવે છે, ગુજરાતની જનતા તેનાથી ચેતીને રહેજો.

સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં આપ અને કોંગ્રેસ પર સી.આર. પાટીલે આકરા પ્રહાર કરતા રાજકારણ ગરમાયું છે. પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે, એક મહાઠગ ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતની જનતા જાણે છે કે આ ઠગ કોણ છે? પાટિલે જણાવ્યું હતું કે, હવે જ્યારે એમનો ઉલ્લેખ કરો ત્યારે માત્ર ઠગ જ કહેજો. મહાઠગની એક પણ સીટ પર ડિપોઝિટ ન બચવી જોઈએ. મહાઠગની ડિપોઝીટ ન બચે એ આપણે જોવાનું છે. 

joi e che

વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, અહીં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચોમાસામાં જેમ દેડતાઓ ડ્રાઉ ડ્રાઉ કરતા આવી જાય એમ કેટલીક પાર્ટીઓના આગેવાનો પણ આવી જતા હોય છે. મફલર પહેરે એટલે દિલ્હીમાં ખબર પડે કે ઠંડી આવે છે અને એ વ્યક્તિ ઠગ નહીં મહાઠગ છે. એ આ રાજ્યની અંદર મફતની ઓફર કરવાનો પ્રયાસ કરે છે. મે તેને જાહેર મંચ પરથી પહેલા પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે, ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે.ગુજરાત પ્રદેશની એક વિશિષ્ઠતા છે. ગુજરાતીઓની પોતાની પણ વિશિષ્ઠતા છે. ગુજરાતી હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માગવા માટે ક્યારેક હાથ નહીં લંબાવે. મફતનું કશું ખપતું નથી. એને મફતની ઓફર આપવાથી તમને કોઈ મત આપવાના નથી.

પાટીલ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક પપ્પુ છે જેણે પાર્ટીનું બંટાધાર કરી દીધું છે. સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, અહીં નેટવર્કના ઇસ્યુ છે ત્યાંથી પણ જજો. આટલા તાપમાં કાર્યકર્તાઓની સંખ્યા જોઈ કેટલાય ના છાતીના પાટિયા બેસી ગયા હશે. નરેન્દ્ર મોદીના યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી. પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાય છે. પાટીલે જણાવ્યું કે, બીજેપીનો એકેય કાર્યકર એક પણ રજા પર ન હતો. ચૂંટણી સામે રજા પાડે એ કાર્યકરોના લોહીમાં નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments