Homeગામનાં ચોરેરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 100 બિલિયન ડોલરની આવક પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ કંપની બની,...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 100 બિલિયન ડોલરની આવક પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ કંપની બની, કંપનીએ ડિવિડન્ડની કરી જાહેરાત

Team Chabuk-National Desk: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2021-22 નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોખ્ખા નફામાં 22.50 ટકાનો વધારો નોંધાયો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે, જાન્યુઆરી-માર્ચ મહિનામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ.16,203 કરોડ હતો, જે 2020-21માં જાન્યુઆરી- માર્ચ મહિનામાં રૂ. 13,227 કરોડ હતો. એટલે કે 2021-22માં કંપનીનો નફો વધ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કામગીરીમાંથી આવક 36.79 ટકા વધીને રૂ.2,11,887 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં  રૂ.1,54,896 કરોડ હતી. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 8ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

સમગ્ર નાણાકીય વર્ષ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક 7.92 લાખ કરોડ રૂપિયા એટલે કે 104.6 બિલિયન ડોલર રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 બિલિયન ડોલરથી વધુની આવક પ્રાપ્ત  કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. આ સાથે રિલાયન્સે સમગ્ર નાણાકીય વર્ષમાં રૂ.67,845 કરોડનો નફો કર્યો છે.

joi e che

ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમનો ચોખ્ખો નફો રૂ.4,173 કરોડ હતો, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ.3,615 કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોની આવક 8 ટકા વધીને રૂ.20,901 કરોડ થઈ છે જે સમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ.19,347 કરોડ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments