Team Chabuk-Gujarat Desk: ગુજરાત રાજ્યના શાળા સંચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. શાળા સંચાલકોને ગુજરાત હાઈકોર્ટે આજ રોજ મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે શાળાઓમાં ફાળવવામાં આવતી સરકારી ગ્રાન્ટ રિકવર કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટ પરત લઈ લેવા માટે શિક્ષણ વિભાગે કરેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
આ સિવાય હાઇકોર્ટે કહ્યું કે, શાળાઓને આપેલી સરકારી ગ્રાન્ટ પરત ન લઈ શકાય. ભૂલથી પણ ગ્રાન્ટ ફાળવી હોય તો પણ પરત ન લઈ શકો. ગ્રાન્ટ ફાળવેલી સંસ્થાઓએ ભ્રષ્ટાચાર કર્યો નથી. શિક્ષણ કાર્યમાં થયેલ નાણાંનો ઉપયોગ પરત ન લઈ શકાય. ગ્રાન્ટેડ શાળાઓ સરકારી નાણાંનો લાભ લઈ શકે છે.
શિક્ષણ વિભાગે હાઇકોર્ટમાં કરી હતી અરજી
મહત્વનું છે કે, સરકારી ગ્રાન્ડ રિકવર કરવા માટે શિક્ષણ વિભાગે હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2008માં સરકારી ગ્રાન્ડ પરત લેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં શાળાઓ પાસેથી ગ્રાન્ટ બિનજરૂરી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે શિક્ષણ વિભાગની આ રજૂઆત અંગે હાઈકોર્ટે આદેશ આપતાં જણાવ્યું છે કે, આપેલી ગ્રાન્ટ પરત લઈ શકાય નહીં. હાઈકોર્ટના આ આદેશથી હજારો શાળા સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, દર વર્ષે સરકાર ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટ ફાળવતી હતી.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા