Team Chabuk-Political Desk: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને સીબીઆઈ કોર્ટે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચાર વર્ષની સજા સંભળાવી છે. સાથે જ કોર્ટે ઓમ પ્રકાશ ચૌટાલાને 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે ઓમ પ્રકાસ ચૌટાલાની 4 સંપતિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સંપત્તિઓ હેલી રોડ, પંચકુલા, ગુરુગ્રામ અને અસોલામાં આવેલી છે.
ગઈકાલે ગુરુવારે ઓમ પ્રકાશ ચૌટાલાની સજા પર દલીલો થઈ હતી. આ દરમિયાન સીબીઆઈ કોર્ટના વકીલે ચૌટાલાની બીમારી અને વિકલાંગતા અંગેની દલીલોનો વિરોધ કરતાં કહ્યું હતું કે, ખરાબ સ્વાસ્થ્યની સારવાર કરાવવી જોઈએ, પરંતુ કડકમાં કડક સજા સંભળાવવી જોઈએ. સીબીઆઈએ કહ્યું કે, સામાન્ય લોકોમાં એક દાખલો બેસાડવા માટે વધુમાં વધુ સજા જરૂરી છે. સીબીઆઈના વકીલે કહ્યું કે, ભ્રષ્ટાચાર સમાજ માટે કેન્સર સમાન છે. ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટે એવી કડક સજા આપવી જોઈએ જેથી સમાજમાં એક દાખલો આપી શકાય.
આ કેસમાં ઓમ પ્રકાશ ચૌટાલાને પાંચ લાખ રૂપિયા અલગથી સીબીઆઈને આપવા પડશે. જો 5 લાખ રૂપિયા નહીં આપે તો 6 મહિનાની વધુ જેલ થઈ શકે છે. સીબીઆઈ કોર્ટે ઓમ પ્રકાશ ચૌટાલાને કોર્ટ રૂમમાંથી જ પકડી લેવા આદેશ કર્યો છે. ચૌટાલા તરફથી આ મામલે અપીલ ફાઈલ કરવા માટે 10 દિવસનો સમય માંગ્યો હતો પરંતુ સીબીઆઈ કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તમે હાઈકોર્ટમાં જઈ શકો છો.
શું હતો મામલો ?
26 માર્ચ 2010ના રોજ સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, 24 મે 1993 થી 31 મે 2006 સુધી પોતાના કાર્યકાળ દરમિયાન આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરી છે. સીબીઆઈના જણાવ્યા પ્રમાણે ચૌટાલા પાસે 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એવી હતી જેનો કોઈ સ્ત્રોત કે સાબિતી તેમની પાસે નહતી. ચૌટાલા પાસે આવક કરતાં 189.11 ટકા વધુ સંપત્તિ હતી. ચૌટાલા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઈડીએ તપાસ શરૂ કરી હતી. ઈડીએ જણાવ્યું હતું કે, પોતાના પદ પર રહીને ઓમ પ્રકાશ ચૌટાલાએ આવક કરતાં વધુ કમાણી કરી છે અને તેનો ઉપયોગ સંપત્તિઓ ખરીદવામાં કર્યો છે.
2019માં ઈડીએ ચૌટાલાના 3.68 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા હતા. તેમના નવી દિલ્હી, પંચકુલા અને સિરસામાં આવેલા ફ્લેટ, એક પ્લોટ અને જમીન પણ જપ્ત કરી લેવાઈ હતી. જાન્યુઆરી 2021માં સ્પેશિયલ જજ વિકાસ ધુલે તેમના વિરુદ્ધ આરોપો સાબિત કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત