Homeગુર્જર નગરીછોટાઉદેપુરઃ સરપંચની ચૂંટણી લડનાર મોડેલ એશ્રા પટેલ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

છોટાઉદેપુરઃ સરપંચની ચૂંટણી લડનાર મોડેલ એશ્રા પટેલ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં યોજાયેલી ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છોટાઉદેપુરના કાવિઠા ગામમાંથી ચૂંટણી લડનાર મુંબઈની મોડેલ એશ્રા પટેલ અકસ્માતનો ભોગ બની છે. અકસ્માતમાં એશ્રા પટેલ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી પ્રમાણે એશ્રા પટેલની કારને બોડેલીના સૂર્યઘાડા નજીક અકસ્માત નડ્યો હતો. એશ્રા પટેલ છોટાઉદેપુરથી કાવિઠા ગામે જઈ રહી હતી. આ દરમિયાન તેની કારની ટક્કર અન્ય કાર સાથે થઈ હતી. એશ્રા પટેલને હાથ અને પગમાં ઈજા થઈ હોવાની જાણકારી મળી છે..

અકસ્માત વખતે એશ્રા પટેલ પોતાની કાર ખુદ ચલાવી રહી હતી. આ દરમિયાન મધ્ય પ્રદેશ તરફ જતી એક ઈકો કાર સાથે તેની કારની ટક્કર થઈ હતી. અકસ્માત બાદ એશ્રા પટેલને ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે બાદમાં તેણીને વધારે સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી.

અકસ્માતમાં કુલ બે વ્યક્તિને ઈજા પહોંચી છે. બીજી તરફ ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારને મોટું નુકસાન પહોંચ્યું છે. હાથ અને પગ ઉપરાંત એશ્રાને શરીર અને મોઢા પર પણ ઈજા પહોંચી છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી વખતે એશ્રા પટેલ ખૂબ ચર્ચામાં આવી હતી. એશ્રા પટેલ છોટાઉદેપુરના કાવિઠા ગામની વતની છે. એશ્રાએ પણ કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, સરપંચની ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments