Homeગુર્જર નગરીમોરબી પૂલ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટે સરકારને પૂછ્યા આકરા સવાલો, કહ્યું- જ્ઞાતિ જાતિ...

મોરબી પૂલ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટે સરકારને પૂછ્યા આકરા સવાલો, કહ્યું- જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર ? 10 લાખ વળતર ચૂકવવું જોઈએ

Team Chabuk-Gujarat Desk: મોરબી પૂલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને જણાવ્યું છે કે ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, 30 થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું, મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી. અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું, મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે ? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.

ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે. કોર્ટે કહ્યું, 3000 રુપિયામાં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે. આ વળતર પૂરતું નથી.

મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને 1 લાખ વળતર ચૂકવ્યું છે. માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ 7 બાળકો, જેમને મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચૂકવાશે. આમાં અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક 25 લાખ અપાયા છે.

ગુજરાત હાઇકોર્ટનો સરકારને મહત્વનો હુકમ રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે. અને તમામ બ્રિજ યુઝ કરવા માટે ફિટ છે એ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે. જે બ્રિજ માં મરમ્મત કરવાની હોય એ તત્કાલ કરવામાં આવે. 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા કોર્ટે હુકમ કર્યો છે. જો ઘાયલ થનાર વ્યક્તિને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય ત્યાં રાજ્ય સરકાર તરત પગલાં લે અને તેમને યોગ્ય સારવાર અપાવે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments