Homeગામનાં ચોરેપોલીસ સ્ટેશનમાં રાખેલો 581 કિલો ગાંજો ઉંદરો ખાઈ ગયા ! જાણો સમગ્ર...

પોલીસ સ્ટેશનમાં રાખેલો 581 કિલો ગાંજો ઉંદરો ખાઈ ગયા ! જાણો સમગ્ર મામલો

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મથુરામાં ઉંદરો 581 કિલો ગાંજો ખાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, મથુરા પોલીસે કોર્ટમાં એક રિપોર્ટ દાખલ કર્યો છે અને જણાવ્યું છે કે, પોલીસે જપ્ત કરેલો પ્રતિબંધિત ગાંજો જે જગ્યા પર રાખ્યો હતો ત્યાંથી ઉંદરો આટલી મોટી માત્રામાં ગાંજો ખાઈ ગયા છે. આ ઘટના સામે આવતા જ સમગ્ર જગ્યાએ ચર્ચાનો વિષય બની છે.

પોલીસ અધિકારીઓએ કોર્ટમાં જણાવ્યું કે, ઉંદરો આકારમાં નાના હોય છે, તેઓ પોલીસથી નથી ડરતાં. આ સમગ્ર મામલો મથુરાના બે પોલીસ સ્ટેશન શેરગઢ અને હાઈવે પોલીસ સ્ટેશનના છે. આ વર્ષે કોર્ટે એનડીપીએસ એક્ટ 1985 અંતર્ગત પોલીસે જપ્ત કરેલો માદક પદાર્થને કોર્ટ સમક્ષ રજુ કરવા પોલીસને આદેશ આપ્યો હતો. શેરગઢ અને હાઈવે પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2018માં 386 અને 195 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આ ગાંજો એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે સાબિતીના રૂપે ગાંજાનું સેમ્પલ પણ કોર્ટમાં રજૂ કર્યું હતું. ત્યારબાદ એડીજે સપ્તમ સંજય ચૌધરીએ પોલીસને આદેશ આપ્યો હતો કે ગાંજાનો તમામ જથ્થો કોર્ટમાં રજૂ કરવામાં આવે. આ આદેશ બાદ પોલીસે ચોંકાવનારી વિગત કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે તમામ ગાંજો ઉંદરો ખાઈ ગયા છે જેથી કોર્ટમાં રજૂ કરી શકાશે નહીં.

આ મામલે કોર્ટે 26 નવેમ્બરે વધુ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે અને સાથે જ પોલીસ અધિકારીઓને સાબિતી આપવાનો આદેશ કર્યો છે. મહત્વનું છે કે, પોલીસ સ્ટેશનના રૂમમાં રાખવામાં આવેલો આ 581 કિલો ગાંજાની કિંમત 60 સાથ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments