Homeતાપણુંરાજસ્થાનના CM ગેહલોતે સચિન પાયલટને કહ્યા ગદ્દાર, મુખ્યમંત્રી પદને લઈ આપ્યું મોટું...

રાજસ્થાનના CM ગેહલોતે સચિન પાયલટને કહ્યા ગદ્દાર, મુખ્યમંત્રી પદને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો

Team Chabuk-Political Desk: અશોક ગેહલોતે (ashok gehlot) સચિન પાયલટને (sachin pilot) ગદ્દાર ગણાવ્યા છે. તેમણે કહ્યું, “ગદ્દાર મુખ્યમંત્રી ન બની શકે. હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનાવી શકે. જે વ્યક્તિ પાસે 10 ધારાસભ્યો નથી, જેણે બળવો કર્યો, પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો, તેણે ગદ્દારી કરી છે.” 2020ના રાજકીય સંકટનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોતે કહ્યું કે દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હશે કે કોઈ પાર્ટીના અધ્યક્ષે તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હોય. તેમણે કહ્યું કે આ માટે ભાજપ દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા. ભાજપની દિલ્હી ઓફિસમાંથી 10 કરોડ રૂપિયા આવ્યા હતા, મારી પાસે પુરાવા છે. આમાંથી કેટલા પૈસા કોને આપ્યા તેની મને ખબર નથી.

એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં રાજસ્થાનના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે સચિન પાયલટે દિલ્હીમાં ભાજપના બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. “અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા. તેઓએ (પાયલોટ સહિત) દિલ્હીમાં મીટિંગ કરી હતી,” તેમણે ઉમેર્યું હતું કે, બળવાખોર નેતાઓ જ્યાં રોકાયા હતા તે હોટેલમાં ધર્મેન્દ્ર પ્રધાન પણ મળવા ગયા હતા. સીએમ ગેહલોતે દાવો કર્યો હતો કે 2009માં જ્યારે યુપીએ સરકાર બની ત્યારે તેમણે (પાયલટ)ને કેન્દ્રીય મંત્રી બનાવવાની ભલામણ કરી હતી.

સચિન પાયલટ 19 ધારાસભ્યો સાથે દિલ્હી નજીકના એક રિસોર્ટમાં ગયા હતા. રાજકીય ગલિયારાઓની ચર્ચા મુજબ કોંગ્રેસ માટે સીધો પડકાર હતો કે કાં તો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે અથવા તો તેઓ કોંગ્રેસમાંથી વોકઆઉટ કરે. જોકે, આ વિરોધની ગેહલોત સરકાર પર કોઈ અસર થઈ નથી. બાદમાં પાયલોટના પક્ષ સાથે સમાધાન થયું હતું. જો કે તેમને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. આ સાથે તેમને નાયબ મુખ્યમંત્રી પદેથી પણ હટાવી દેવામાં આવ્યા હતા.

સચિન પાયલટ હાલ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા પર છે. આ યાત્રા હાલમાં મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. આ સાથે જ ભાજપે અશોક ગેહલોતના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના રાજસ્થાન પ્રમુખ સતીશ પુનિયાએ કહ્યું, “કોંગ્રેસનું નેતૃત્વ પોતાનું ઘરને વ્યવસ્થિત કરવામાં નિષ્ફળ ગયું છે. કોંગ્રેસ રાજસ્થાન હારી રહી છે, તેથી ગેહલોત નિરાશ છે. ગેહલોત પોતાની નિષ્ફળતા માટે ભાજપને જવાબદાર ઠેરવી રહ્યા છે.”

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments