Team Chabuk- Gujarat Desk: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલ ઘણા દિવસથી જેની રાહ જોઈ રહ્યો હતો તેને ગુજરાત હાઈકોર્ટ તરફથી પરવાનગી મળી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને રાજ્યની બહાર જવાની પરવાનગી આપી દીધી છે. હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને આ મોટી રાહત આપી છે.
છેલ્લા એક વર્ષથી હાર્દિક પટેલને ગુજરાત બહાર જવાની મંજૂરી નહતી. જે અંગે હાર્દિક પટેલે કોર્ટે સમક્ષ રાહત આપવા માટે અરજી કરી હતી. હાર્દિક પટેલ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પદે હોવાથી રાજકીય કામકાજ માટે હાર્દિક પટેલે રાજ્યની બહાર જવું જરૂરી હોવાનું કહીને ગુજરાત હાઈકોર્ટ પાસે મદદ માંગી હતી. પહેલાં હાર્દિક પટેલે આ અંગે નીચલી કોર્ટમાં અરજી કરી હતી પરંતુ નીચલી કોર્ટે હાર્દિક પટેલની અરજી ફગાવી દીધી હતી. બાદમાં હાર્દિક પટેલે આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પરવાનગી માટે અરજી કરી હતી. જે અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને રાહત આપતા રાજકીય કામકાજ માટે ગુજરાતની બહાર જવાની મંજૂરી આપી હતી.
રાજદ્રોહ કેસમાં ગુજરાત ન છોડવાની શરતે મળ્યા હતા જામીન
પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ પર થયેલ રાજદ્રોહ કેસમાં ગુજરાત નહીં છોડવાની શરતે હાર્દિક પટેલને જામીન આપવામાં આવ્યા હતા. હાર્દિકને રાજ્યની બહાર ન જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. જો કે બાદમાં રાજ્ય બહાર જવાની માંગણી સાથે હાર્દિક પટેલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી પક્ષના કામકાજ માટે અન્ય રાજ્યમાં જવું જરૂરી હોવાથી હાર્દિક પટેલે કોર્ટ સમક્ષ અરજી કરીને પરવાનગી માંગી હતી. પહેલાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની આ અરજી ફગાવી દીધી હતી. તેથી હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવા માટે કહ્યું હતું પરંતુ નીચલી કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જેથી હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટનું શરણ લીધું હતું અને ગુજરાત હાઈકોર્ટે આજે હાર્દિક પટેલની અરજી મંજૂર રાખીને રાજકીય કામકાજ માટે રાજ્ય બહાર જવાની પરવાનગી આપી હતી.
ગુજરાત સરકારે પણ ઉઠાવ્યો હતો વાંધો
શરૂઆતમાં જ્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવાની કોર્ટ સમક્ષ પરવાનગીની માંગ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પણ વાંધો ઉઠાવ્યો હતો. ગુજરાત સરકારે કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામે નોંધાયેલો ગુનો ગંભીર છે તેથી તેને રાજ્યની બહાર જવાની પરવાનગી આપવી યોગ્ય નથી. પરવાનગી આપવામાં આવશે તો અન્ય રાજ્યની શાંતિનો પણ ભંગ થશે તેવી સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત