Team Chabuk- Political Desk: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે પોતાના મૂરતિયા નક્કી કરી લીધા છે. મમતા બેનર્જીની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તૃણમુલ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં યોજાનાર 294 વિધાનસભા બેઠકને લઈને તૃણમુલ કોંગ્રેસે પોતાના 291 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે 3 બેઠક પર પોતાની સાથી પાર્ટી ચૂંટણી લડશે.
ભવાનીપુરથી નહીં લડે મમતા બેનર્જી
તૃણમુલ કોંગ્રેસના સુપ્રિમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દર વખતે ભવાનીપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડતાં હોય છે પરંતુ આ વખતે તેઓ ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી નહીં લડે. ભવાનીપુરની જગ્યાએ મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે. આ વખતે ભવાનીપુર બેઠક પરથી તૃણમુલ કોંગ્રેસે શોભનદેવ ચેટર્જીને મેદાને ઉતાર્યા છે. મમતા બેનર્જી 10 માર્ચે ફોર્મ ભરશે.
मैं 9 मार्च को नंदीग्राम जा रही हूं और 10 मार्च को मैं हल्दिया में अपना नामांकन दाखिल करूंगी: ममता बनर्जी https://t.co/qck4dtL4mu
— ANI_HindiNews (@AHindinews) March 5, 2021
જ્ઞાતિ સમીકરણ
તૃણમુલ કોંગ્રેસે જાહેર કરેલા 291 ઉમેદવારોમાં 51 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. 42 મુસ્લિમ ઉમેદવારો તૃણમુલ કોંગ્રેસે પસંદ કર્યા છે જ્યારે 79 એસસી ઉમેદવારોને ટિકિટ અપાઈ છે તો 17 એસટી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ 28 ધારાસભ્યોની ટિકિટ આ વખતે કાપવામાં આવી છે. કુલ 294 વિધાનસભા બેઠકોમાંથી 291 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ લડશે જ્યારે દાર્જિંલિંગની 3 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસની સાથી પાર્ટી ચૂંટણી લડશે.
आज हम 291 उम्मीदवारों की सूची जारी कर रहे हैं जिनमें 51 महिला उम्मीदवार और 42 मुस्लिम उम्मीदवार शामिल हैं। मैं नंदीग्राम से चुनाव लडूंगी: तृणमूल कांग्रेस की प्रमुख और पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी pic.twitter.com/Pf98xIiech
— ANI_HindiNews (@AHindinews) March 5, 2021
કોને ક્યાંથી ટિકિટ ?
તૃણમુલ કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોમાં મોટા નામોની જો વાત કરીએ તો, ક્રિકેટર મનોજ તિવારી હાવડાની શિવપુર બેઠક પરથી ચૂંટણી લડશે. હજુ બે દિવસ પહેલાં જ તૃણમુલ કોંગ્રેસમાં જોડાનાર ફિલ્મ અભિનેત્રી સાયન્તિકા બેનર્જી બાંકુરાથી ચૂંટણી લડશે. ઉત્તરપાડાથી કંચન મલિકને ટિકિટ આપવામાં આવી છે. સિંગર અદિતિ મુંશીને રાજરહાટથી ટિકિટ મળી છે. જ્યારે ચંદ્રિમા ભટ્ટાચાર્યને નોર્થ દમદમથી લડાવવામાં આવશે. અભિનેત્રી જૂન માલિયાને મિદનાપુરથી ટિકિટ અપાઈ છે. અભિનેત્રી સોયની ઘોષ આસનસોલ સાઉથ અને અભિનેત્રી કૌશની મુખર્જી કૃષ્ણાનગર ઉત્તરથી ચૂંટણી લડશે. અભિનેતા સોહમ ચક્રવર્તી ચાંદીપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. તો ડિરેક્ટર રાજ ચક્રવર્તીને તૃણમુલ કોંગ્રેસે બૈરકપુરથી ટિકિટ આપી છે.
આ ઉપરાંત તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મદન મિત્રાને કમરહાટીથી ટિકિટ અપાઈ છે. મમતા સરકારના મંત્રી શશિ પાંજાને શ્યામપુકુરથી ટિકિટ મળી છે.
આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મમતા બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. યાદી જાહેર કરતાંની સાથે જ મમતા બેનર્જી ભાજપ પર વરસી પડ્યા હતા. મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ ચૂંટણીમાં રૂપિયાનો ઉપયોગ કરી રહી છે. ડેપ્યુટી સીએમની ગાડીમાં રૂપિયા લાવવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, બંગાળમાં ટીએમસીની જ જીત થશે. રમીશું, લડીશું અને જીતીશુંની સાથે અમે આગળ વધીશું.
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠક માટે ચૂંટણી થવા જઈ રહી છે. કુલ 8 તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે યોજશે જ્યારે પરિણામ 2 મેના રોજ આવશે.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં