Homeગામનાં ચોરેઅમેરિકામાં કૂતરાઓ સુંઘીને કહી દે છે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે...

અમેરિકામાં કૂતરાઓ સુંઘીને કહી દે છે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહીં?

Team Chabuk-International Desk: કૂતરાઓ પાસે સુંઘવાની અદભુત શક્તિ હોય છે, પણ આ શક્તિ કોરોનામાં પણ કારગત નીવડે ? આ પ્રશ્નનો જવાબ અમેરિકાએ શોધી આપ્યો છે. અમેરિકામાં કૂતરા સુંઘીને જે તે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહીં તેની ઓળખ કરી આપે છે. જો કૂતરાએ સુંઘીને કોવિડ-19ની પુષ્ટી કરી દીધી તો કોઈ આરટીપીસીઆર ટેસ્ટ તમારે કરવાની જરૂર નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકામાં કૂતરાઓનો ઉપયોગ કેન્સર, ડાયાબિટીસ અને પાર્કિનસન્સ જેવા રોગોની ઓળખ કરવા માટે થાય છે. આ પ્રક્રિયાને બાયો ડિટેક્શન કે જૈવિક ઓળખ કહેવામાં આવે છે. આ પ્રકારે રોગની તપાસ કરવામાં રસાયણની આવશ્યકતા નથી પડતી. 2019-20માં  જ્યારે કોરોના મહામારી ફેલાઈ હતી ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાની પુષ્ટી કરવામાં કૂતરાનો ઉપયોગ કર્યો હતો. હવે તેમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે.

અમેરિકાની સરકારના નેશનલ સેન્ટર ફોર બાયો ટેક્નોલોજી ઈન્ફર્મેશનનું કહેવું છે કે કૂતરા પોતાની દિવ્ય શક્તિના દમ પર કોઈ પદાર્થના 1.5 અરબમાં અંશની પણ ઓળખ કરી શકે છે. જ્યારે કોઈ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાંથી ખાસ પ્રકારના વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ (VOC) નીકળે છે. એવામાં જ્યારે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેના શરીરમાંથી આવનારી વિશેષ ગંધને કૂતરા ઓળખી લે છે. તેને જ બાયો ડિટેક્શન ડોગ્સ કહેવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments