Team Chabuk- Gujarat Desk: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના સાગરિતો પર ફરી સકંજો કસાયો છે. ગુસસીટોકના કેસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકીના 5 આરોપીઓની જામીન અરજી હાઈકોર્ટે રદ કરી છે. છેલ્લા કેટલાય સમયથી જયેશ પટેલના સાગરિતો જેલની હવા ખાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરના જમીન માફિયા અને ખંડણીખોર જયેશ પટેલ તેમજ તેના સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ કુલ 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી પાંચ આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જોકે, હાઇકોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.
કોણે-કોણે અરજી કરી હતી ?
પૂર્વ પોલીસકર્મી વશરામ આહીર, વી.એલ.માનસતા, બિલ્ડર નિલેશ ટોલિયા, જિમ્મી ઉર્ફે જીગર આડતિયા સહિતના પાંચ આરોપીઓ તરફથી હાઈકોર્ટમાં જામીન અરજી કરવામા આવી હતી. ગત વર્ષે ભૂમાફિયા જયેશ પટેલ સહિત 14 આરોપી વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ છે.આરોપ છે કે, જયેશ પટેલ સિન્ડિકેટ બનાવીને લોકોને હેરાન કરતો હતો. વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવી તેની પાસેથી રૂપિયા પડાવતો હતો. જેમાં અન્ય આરોપી તેનો સાથ આપતા હતા.
GUJCTOC વિશે જાણો
ગુજસીટોક એટલે કે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઈ છે.
જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવીઝન સેશન્સ કોર્ટ પાસે છે.
મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે. તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરાઇ છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્યમાં થશે ખેલમહાકુંભ 3.0નું આયોજન, બાળકોથી માંડીને વડીલો સુધીના લઈ શકશે ભાગ
- આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા
- ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
- કાતિલ ઠંડીમાં ખજૂરના સેવનથી થશે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં સામેલ કરો
- નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લાખો રૂપિયાનો થશે ફાયદો