Team Chabuk-Gujarat Desk: નશો નશાખોરને ખાઈ અને તેના આસપાસના લોકોની જિંદગી પણ ભસ્મીભૂત કરી નાખે. સુખેથી રહેતા માળાને વીંખી નાખે. કંઈ કેટલીય જિંદગીઓ પીંખાઈ જાય. આવી ઘટના બની છે જામનગર શહેરમાં. જામનગર શહેરમાં મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
યુવકના આપઘાતનું કારણ સામે આવ્યા બાદ તો સૌ કોઈ ચોંકી ગયા હતા. આ યુવકને નાશની લત હતી અને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી. પત્નીની વાતનું માઠું લાગી જવાના કારણે તેણે જીવાદોરી ટૂંકાવી હોવાનું સામે આવી રહ્યું છે.
જામનગર શહેરના કાલાવાડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા ત્રીસ વર્ષીય વિકાસભાઈ નથુભાઈ નિહાલેએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. વિકાસભાઈ મધ્યપ્રદેશના બળવાની જિલ્લાના પાલીયા ગામના રહેવાસી હતા. 4 સપ્ટેમ્બરના રોજ ઝેરી દવા ગટગટાવી લેવાના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમ્યાન વિકાસભાઈનું મૃત્યું થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે વિકાસભાઈની નજીકના લોકોની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન મૃતકના પત્ની જ્યોતિબહેને જણાવ્યું હતું કે, વિકાસભાઈને દારૂ પીવાની કુટેવ હતી. પત્નીએ નશો કરવાની ના પાડતા એમને માઠું લાગી આવ્યું હતું અને તેમણે આત્મહત્યાનું અવિચારી પગલું ભર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત