Team Chabuk-Surat Desk: સુરત શહેરમાં કૂદકે ને ભૂસકે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વધુ એક વખત બળાત્કારની ઘટના સામે આવી છે. અહીં માનસિક રીતે બીમાર યુવતીને નરાધમ રમકડાંના ગોડાઉનમાં લઈ ગયો હતો અને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમે યુવતી ઉપર બળાત્કાર ગુજારતા પહેલા પૂર્વ તૈયારી રૂપે ગોડાઉન પણ ભાડે રાખી લીધો હતો અને બાદમાં તેને પોતાના હવસની ભોગ બનાવી હતી. યુવતી પર બળાત્કાર થયો હોવાનું સામે ત્યારે આવ્યું જ્યારે યુવતીની પેટમાં પીડા ઉપડી હતી.
સુરતના અઠવા લાઈન્સ ખાતે હબીબશાહ મસ્જિદની પાછળના વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા અબરારની નજર એક ત્રીસ વર્ષીય યુવતી ઉપર બગડી હતી. યુવતી માનસિક રીતે અસ્થિર હોય તેને કંઈ પણ થાય તેની જાણ નહોતી રહેતી. આ વાતનો અબરારે પૂરતો ફાયદો ઉઠાવ્યો હતો.
આ ઘટનામાં સૌ પ્રથમ મે 2021માં અબરારે પોતાની ચાલાકી બતાવી યુવતીના હાથ ઉપર પોતાનો મોબાઈલ નંબર લખી નાખ્યો હતો. યુવતી જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે નરાધમ અબરાર તૈયાર જ હતો. તેણે યુવતીને પોતાની મોટર સાઈકલની પાછળ બેસાડી હતી અને ગોડાઉનમાં લઈ ગયો હતો. જ્યાં તેણી પર અબરારે બળાત્કાર ગુજારી પોતાની હવસ સંતોષી હતી.
ચાર મહિના બાદ યુવતીને પેટમાં અસહ્ય પીડા થતાં પરિવારના લોકો તેને હોસ્પિટલ ખાતે લઈ ગયાં હતાં અને અહીં તેનું મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપમાં યુવતીના પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
ઘટનાની સમગ્ર વિગતો પોલીસને જણાવવામાં આવી હતી અને પોલીસે ગુનો નોંધી અબરારની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને પોતાની જાળમાં ફસાવ્યા બાદ અબરારની નિયત બગડી હતી. તેણે યુવતી પર બળાત્કાર કરવાનું નક્કી કર્યું હતું અને આ માટે લાલગેટ વિસ્તાર ખાતે આવેલ રમકડાંના ગોડાઉનને ભાડે રાખ્યું હતું. અહીં તે યુવતીને લઈ જતો અને તેના પર બળાત્કાર ગુજારતો હતો. પોતાની હવસ સંતોષ્યા બાદ અબરારે યુવતીને તરછોડી દીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત