Homeગુર્જર નગરીજામનગર: ફિઝિયોથેરાપી કોલેજમાં સામૂહિક રેગિંગ મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું ?

જામનગર: ફિઝિયોથેરાપી કોલેજમાં સામૂહિક રેગિંગ મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું ?

Team Chabuk-Gujarat Desk: જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગિંગ મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એક્શન મોડમાં આવ્યા છે. આ સમગ્ર મુદ્દે જીતુ વાઘાણીએ કહ્યું છે કે, રાજ્યમાં રેગિંગની ઘટના ભૂતકાળ બની જાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, જામનગર જ નહીં રાજ્યમાં ક્યાંય પણ એક પણ શહેરમાં રેગિંગની ઘટના ન બને તે માટે પ્રયત્ન રહેશે. સાથે સાથે જામનગરમાં વિદ્યાર્થીઓનું રેગિંગ કરનારા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ તેમણે ખાતરી આપી.

જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ સામૂહિક રેગિંગની લેખિતમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં જૂની પોલીસ લાઈન પાછળ આવેલી સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલના બીજા વર્ષના 28 જેટલા વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ આપી હતી.

ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, જ્યારથી તેઓ પ્રથમ વર્ષના અભ્યાસ માટે આવ્યા ત્યારથી હોસ્ટેલમાં “ઈન્ટ્રોડક્શનના નામે એકાદ ડઝન વખત ત્રીજા અને ચોથા વર્ષના  હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ માનસિક તણાવ થાય તે રીતની હરકત કરી છે.” એટલું જ નહીં વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, સિનિયરની રેગિંગના કારણે ત્રણથી ચાર વિદ્યાર્થીઓએ કોલેજ છોડી દીધી છે. આ મુદ્દે વિદ્યાર્થીઓએ કાયમી ઉકેલ લાવવા માગણી કરી છે.

બીજી તરફ ફરિયાદ મળતા પ્રિન્સિપાલે સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતી બનાવી છે. તપાસ સમિતીમાં ડો. કરિશ્મા  જગડ, ડો. જય સાતા તેમજ પત્રકાર  ગિરીશ ગણાત્રાની નિમણૂક કરવામાં આવી છે. હાલ  તેઓ પીડિત વિદ્યાર્થી અને જેમની સામે આરોપ છે તેમના નિવેદન લઈ રિપોર્ટ સોંપશે. રિપોર્ટના આધારે આરોપી વિદ્યાર્થી સામે પગલાં લેવાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments