Team Chabuk-International Desk: શ્રીલંકાના જાફનામાંથી જીવ અદ્ધર કરી દેતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ પતંગ ઉડાવતા ઉડાવતા ખૂદ હવામાં ઉડવા લાગે છે. આ કૌતુકભર્યાં દૃશ્યએ અનેકને અચરજમાં ગરકાવ કરી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લાંબા સમય સુધી આ વ્યક્તિ પતંગની દોરી સાથે ટીંગાઈને હવામાં લટકતો રહે છે.
શ્રીલંકા ટ્વીટના એકાઊન્ટ પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ ઘટના પતંગબાજીની પ્રતિયોગિતા દરમિયાન ઘટી હતી. એક સભ્ય પોતાની ટીમના અન્ય સભ્યોની સાથે પતંગની દોરી પકડીને ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એવામાં તે ચાલીસ ફુટ ઉપર ઉડવા લાગ્યો.
આ વ્યક્તિને હવામાં પંખીની માફક ઉડતા જોઈ તેના સાથી સભ્યો અને મેદાન પર ઉપસ્થિત લોકો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. પતંગ એટલી વજન ધરાવતી હતી કે પતંગ તો ગઈ પણ સાથે વ્યક્તિને પણ અદ્ધર લેતી ગઈ. વ્યક્તિ લાંબા સમય સુધી હવામાં લટકી રહ્યો હતો. તેના સાથી સભ્યો તેને દોરો છોડી દેવાનું કહી રહ્યા હતા, જેથી તે વધારે ઉપર ન જાય. પવન ધીમો પડ્યો અને પતંગ જેવી થોડી નીચે આવી કે વ્યક્તિએ દોરી છોડી દીધી અને જમીન પર આવી પડ્યો.
આ દુર્ઘટનામાં વ્યક્તિને અસંખ્ય ઈજાઓ પહોંચી છે. જોકે સારી વાત એ છે કે આટલી મોટી દુર્ઘટનામાં પણ તેનો જીવ હેમખેમ બચી ગયો છે. તેને નજીકના પોંઈન્ટ પેડ્રો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો જ્યાં તેનો ઈલાજ ચાલ્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ તેના સાથીઓની સાથે પતંગને હવામાં ઉડાવવા માટે મહેનત કરી રહ્યો હતો. પતંગ હવામાં ઉડતા તમામ લોકોએ દોરી છોડી દીધી હતી પણ આ વ્યક્તિએ પકડી રાખી હતી. જેથી તે હવામાં આટલો ઉપર પહોંચી ગયો હતો.
Dramatic video shows a youth swept into the air with a kite in Jaffna area.
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) December 21, 2021
The youth was reportedly suffered minor injuries.pic.twitter.com/W0NKrYnTe6 #Kiteman #Kite #LKA #Jaffna #SriLanka
જણાવી દઈએ કે શ્રીલંકાના જાફનામાં થાઈ પોંગલના અવસર પર પતંગબાજીની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે. અને આ સમયે અહીં મસમોટી પતંગો ઉડાવવામાં આવે છે. પતંગબાજીની આ પ્રતિયોગિતા જોવા ઠેર ઠેરથી લોકો આવતા હોય છે, પરંતુ ગઈકાલે આ ઘટના જોયા બાદ ઘણાના હાથ પગ ઠંડા પડી ગયા હતા અને વીડિયો જોનારાઓના પણ!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત