Team Chabuk-Gujarat Desk: સુરતના હજીરમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અને હત્યાના કેસમાં આરોપીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો છે. આગામી 29 ડિસેમ્બરે દોષિત સુજીત સાકેતને કોર્ટ સજા સંભળાવશે. આ કેસમાં સરકારી વકીલે દોષિતને ફાંસીની સજાની માગણી કરી છે. સરકારી વકીલે કોર્ટમાં કરી છે કે, આરોપીની માનસિકતાને ધ્યાને રાખી તેને જેલમાં ન રાખી શકાય. આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે 26 સાક્ષીઓ અને 53 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બીજી તરફ દોષિતના વકીલે કોર્ટમાં દોષિતની ઉંમર નાની છે તેને ઓછી સજા થાય જેવી દલીલ કરી હતી.
હજીરા ગામમાં 30 એપ્રિલે આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. મૂળ મધ્યપ્રદેશના અડીયાગામના વતની સૂજીત પાંચ વર્ષની બાળકીને ચોકલેટ ખરીદવા પૈસા આપું તેમ કહીને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ અવાવરુ જગ્યાએ બાવળની ઝાડીમાં લઇ ગયો હતો. વિકૃત માનસિકતાં ધરાવતાં સુજીતે અહીં બાળકી પર દુષ્કર્મ આચર્યું, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું અને ત્યારબાદ ઈંટના ફટકા મારી બાળકીની હત્યા કરી દીધી. એટલેથી ન અટકતા આરોપી બાળકીના મૃતદેહને ઢસડીને લઈ ગયો અને એક રૂમમાં મુકી આવ્યો.
તો આ કેસની તપાસમાં પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી ગુનો આચર્યાના 10 દિવસથી પોર્ન અને એનિમલ પોર્ન ફિલ્મો જોતો હતો.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીએ અન્ય એક બાળકી સાથે પણ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે બાળકીએ આરોપીને ઈંટ મારી પોતાનો બચાવ કર્યો હતો અને આરોપીના ચુંગાલમાંથી છૂટી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
