Homeગુર્જર નગરીદેવભૂમિ દ્વારકાઃ નરાધમે સગીરાને ગર્ભવતી બનાવી, ત્રણ માસમાં અનેકવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ

દેવભૂમિ દ્વારકાઃ નરાધમે સગીરાને ગર્ભવતી બનાવી, ત્રણ માસમાં અનેકવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકામાં ફરી એકવાર શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. જેમાં દ્વારકા તાલુકાના એક ગામમાં એક નરાધમે સગીરા સાથે સતત ત્રણ માસ સુધી અનેક વખત દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી. સગીરા સગર્ભા થઇ જતા આરોપીનું કૃત્ય સામે આવ્યું. એટલું જ નહીં ડરાવી-ધમકાવી આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના એક ગામમાં એક સામાન્ય પરિવારની સગીરવયની દીકરીને નરાધમે હવસનો શિકાર બનાવી. સીદીયાભા રાણાભા સુમણીયા નામના શખ્સે ત્રણ મહિના પહેલાં ગામના જ એક પરિવારની સગીર વયની દીકરીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને અવારનવાર ધાકધમકીઓ આપી ત્રણ માસના ગાળામાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે.

nios plate

સગીરા ગર્ભવતી થતાં પરિવારજનોને જાણ થઈ હતી. જાણ કરી હતી. જેને લઈને પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ (સને 2018ના નવા સુધારાની કલમ) 376, 376(એન), 376(3), 376 ડીએ, 506(2) તથા પોકસો એક્ટ સને 2012ની કલમ 4, 6, 10 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments