Team Chabuk-Gujarat Desk: જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી ગુમ થયેલો પરિવાર કર્ણાટક કર્ણાટકથી મળી આવ્યો છે. દેવું વધી જતાં પરિવાર ઘરેથી નીકળી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નિમાવત પરિવાર જામનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને હોટલ ચલાવતો હતો.
હોટલ સંચાલકના પરિવારના પાંચ સભ્યોની ભારે શોધખોળ પછી તપાસનો દોર કર્ણાટક સુધી લંબાવ્યો હતો.. સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી.ની ટીમના સભ્યએ કર્ણાટક રાજ્યમાંથી પાંચેયને હેમખેમ શોધી કાઢ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, કોરોનાકાળ દરમિયાન હોટલના ધંધામાં 15 લાખનું દેવું થઈ જતાં તેઓએ મજબૂરીમાં ગામ છોડ્યું હોવાનું કબુલ્યું હતું.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, જામનગરના ગોકુલનગર, વિસ્તારમાં રડાર રોડ ઉપર બજરંગ ડાઇનિંગ હોલ ચલાવતા અરવિંદભાઈ નિમાવત અને તેમના પત્ની લિપાબેન, તથા પુત્ર કરણ,તથા રણજીત, તેમજ પુત્રી કિરણબેન અચાનક ગુમ થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ અરવિંદ નિમાવતના સાળા નરેન્દ્રએ જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
ઉપરોક્ત ગુમ થયેલા પરિવારની તપાસ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ સીટી સી પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એલ.ગાંધે એલસીબી પીએસઆઇ બી.એમ દેવમુરારી અને સ્ટાફ દ્વારા તાપસ કરવામાં આવી રહી હતી.
જ્યારે ટેકનિકલ ઉપકરણના આધારે ટીમના માણસો છેલ્લા અઠવાડિયાથી કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર અને આજુબાજુ વિસ્તારમાં ગુપ્તરાહે માહિતી એકત્રિત કરી રહી રહ્યા હતા. તે દરમિયાન તેમને પરિવારનું લોકેશન મળ્યું હતું. આ પરિવાર બેંગ્લોરના બાયપાસ 2 ક્રોસ રોડના ગીચ વિસ્તારના ભાડાના મકાનમાં રહેતો હતો અને હોટલમાં વેઈટરનું કામ કરતા હતા.

આ ગુમ થયેલા પરિવારનો કોરોના કાળ દરમ્યાન હોટલનો ધંધો બરોબર નહીં ચાલતા સગા વ્હાલા અને નજીકના મિત્રો પાસેથી હોટલ ચલાવવા માટે હાથ ઉછીના આશરે 14થી 15 લાખ લીધા હતા. જે રૂપિયા ચૂકવી શકે તેમ ન હોય આર્થિક સંકડામણને કારણે કર્ણાટક જતા હોવાનું અને ત્યાં ભાડાના મકાનમાં રહીને એક હોટલનું વેઈટરનું કામ સંભાળી લીધું હતું.
ગુમ થયેલા પરિવારના પાંચ સભ્યો સલામત મળતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાલ લીધો હતો. તમામને કર્ણાટકથી જામનગર પરત લવાયા છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર