Team Chabuk-Gujarat Desk: જામનગરના ઠેબા બાયપાસથી ખીજડીયા બાયપાસ વચ્ચે ટ્રક પાછળ છોટાહાથી અથડાતા અકસ્માત સર્જાયો. જેમાં એક પરિવારના માતા અને પુત્રીનું મોત થયું જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ લાલપુર તાલુકાના નોઈડા પરિવાર છોટાહાથીમાં જોડિયામાં દરગાહમાં દર્શને જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક પાછળ છોટાહાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં નોઈડા પરિવારની બાળકી મન્નત દોસમામદભાઈ તથા તેની માતા હસીનાબેનને ગંભીર ઈજા થવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બીજી તરફ ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક જી. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માત બાદ ક્રેઈનની મદદથી બન્ને વાહનને છુટા પાડવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, જીજે23-એક્સ-2428નંબરનું આ માલવાહક વાહન ટ્રકના પાછળના ભાગમાં અથડાયું હતું.

અકસ્માતની જાણ કરાતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તથા 108 આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તોને બે એમ્બયુલન્સ મારફતે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ઈજાગ્રસ્તોની સારવાર કરી હતી. અકસ્માત બાદ પોલીસે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.
બીજી તરફ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો. એક જ પરિવારની માતા અને પુત્રીના મોતથી પરિવારના સભ્યોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. હાલ પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ છે. જેઓ વહેલીતકે સાજા થાય તેવી પરિવાર પ્રાર્થના કરી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત