Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી સારા અલી ખાને દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા. સારા અલી ખાનની સાથે અભિનેતા વિકાંત મેસ્સી પણ દ્વારકામાં પહોંચ્યો હતો. સારાએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા સાથે ભગવાનની પાદુકાનું પણ પૂજન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના વાંકાનેર પેલેસમાં ફિલ્મ ‘ગેસલાઇટ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. જેને લઈ છેલ્લા કેટલાક દિવસથી સારા અલી ખાન મોરબીમાં છે. ફિલ્મ અભિનેત્રી સારા અલીખાન અને અભિનેતા વિક્રાંત મેસ્સી મંગળવારે દ્વારકા આવી પહોંચ્યા હતા. હોટલ લેમન ટ્રીમાં ઉતારો લીધો હતો અને તેઓએ સાંજના ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અભિનેત્રીના ચાહકો હોટલની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા.

દ્વારકામાં મંદિર પરિસરમાં દ્વાર પર અભિનેત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સારા અલીખાનને નિહાળવા માટે દ્વારકાવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.અભિનેત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મંદિરના વખાણ પણ કર્યા હતા. તેમણે દેવસ્થાન સમિતિની વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી. તેમજ અભિનેત્રી દ્વારકાથી નાગેશ્વર મંદિરે પણ ગઈ હતી અને ત્યા પણ પૂજા અર્ચના કરી હતી.

સારાએ દ્વારકાધીશના દર્શન બાદ ભડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. જે બાદ બીચની પણ મુલાકાત લીધી હતી. આજે તેઓએ નાગેશ્વર જ્યોતિલિંગના પણ દર્શન કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
