Homeગામનાં ચોરેકોરોનાગ્રસ્ત યુવતી સાથે ગેંગરેપ, પહેલાં ઘરમાં લૂંટ ચલાવી બાદમાં હવસખોરોએ પોત પ્રકાશ્યું

કોરોનાગ્રસ્ત યુવતી સાથે ગેંગરેપ, પહેલાં ઘરમાં લૂંટ ચલાવી બાદમાં હવસખોરોએ પોત પ્રકાશ્યું

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોલીસે કોરોનાગ્રસ્ત યુવતી સાથે ગેંગરેપ આચરી ઘરમાં લૂંટ કરનારા બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ ફરાર છે. ધરપકડ કરાયેલા બંને આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં એક આરોપી તો યુવતીનો પાડોશી જ છે. જ્યારે ફરાર આરોપી ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. તેના પર પહેલાંથી જ 20 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયેલું છે અને બે મહિના પહેલાં જ તે જેલમાંથી છૂટ્યો છે. ઝડપાયેલા શખ્સો પર આરોપ છે કે, લૂંટના ઈરાદે તેઓ ઘરમાં ઘૂસ્યા હતા જ્યાં યુવતીની એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ પણ આચર્યું હતું. યુવતી કોરોના સંક્રમિત હોવાના કારણે ક્વોરેન્ટાઈન હતી. આરોપ છે કે, હવસખોર આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યા બાદ ઘરમાંથી 50 હજાર રૂપિયા અને બે મોબાઈલની લૂંટ કરી હતી.

પીડિતાએ એસએસપી રાજેશ રઘુવંશીને કહ્યું કે, કોરોના સંક્રમિત થયા બાદ તે પોતાના ઘરમાં એકલી રહેતી હતી. ગુરૂવારે રાત્રે 2 વાગ્યે જ્યારે તેની ઉંઘ ઉડી તો ત્રણ લોકો તેના બેડની આસપાસ ઉભા હતા. આરોપીઓએ ચાકુ, કટર અને કેચી જેવા હથિયાર બતાવી રૂપિયા અને ઘરેણાંની માગણી કરી હતી. ડરી ગયેલી યુવતીએ આરોપીઓને 50 હજાર રૂપિયા અને ઘરેણાં આપી દીધા. ત્યારબાદ ત્રણે આરોપીએ યુવતી સાથે બળજબરી કરી. યુવતીએ તેનો વિરોધ પણ કર્યો જો કે, કોરોનાના કારણે અશક્ત યુવતી ત્રણ હવસખોર સામે લડી શકી નહીં. યુવતીએ કહ્યું કે, આરોપીઓ પાસે રહેલા હથિયારથી તે ડરી ગઈ હતી અને હત્યા થવાના ડરથી તે બૂમ પણ પાડી શકી નહીં. યુવતીએ કહ્યું કે, ઘટનાના દિવસે એક આરોપી સવારે પાંચ વાગ્યા સુધી ઘરની બહાર ચોકી કરતો રહ્યો જેથી યુવતી પોલીસ પાસે ન જઈ શકે. સવારે જ્યારે અજવાળું થયું ત્યારે આરોપી ફરાર થઈ ગયો.

ઈંદોરના લૂસડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની હતી. 37 વર્ષીય યુવતીએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાની જાણકારી 100 નંબર પર ફોનના માધ્યમથી મળી હતી. જે બાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. યુવતીના નિવેદનના આધારે પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં આરોપીઓ જોવા મળ્યા હતા. ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપી સગીર છે.

પોલીસે કહ્યું કે, ઝડપાયેલા બંને આરોપીએ ગુન્હો સ્વીકારી લીધો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, યુવતી એકલી રહેતી હોવાની બાતમીના આધારે પાડોશી યુવકે અન્ય બે યુવક સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

ઈન્દોરમાં બનેલી આ ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી છે. એક કોરોનાગ્રસ્ત યુવતી પર સગીર વયના યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટનાની ચારે તરફ નિંદા થઈ રહી છે. કેટલીક સામાજિક સંસ્થાઓએ યુવતીને ન્યાય અપાવવાની માગણી સાથે આરોપીઓને ફાંસીની સજાની પણ માગણી કરી છે. સામાજિક સંસ્થાઓનું કહેવું છે કે, આરોપીઓ સગીર છે પરંતુ તેમણે કરેલો અપરાધ જરા પણ માફ કરવાને લાયક નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments