Homeગુર્જર નગરીજૂનાગઢઃ "ઘરના પાયામાંથી નીકળેલું સોનું સસ્તામાં વેચવાનું છે" કહી આધેડ પાસેથી અઢી...

જૂનાગઢઃ “ઘરના પાયામાંથી નીકળેલું સોનું સસ્તામાં વેચવાનું છે” કહી આધેડ પાસેથી અઢી લાખ પડાવનારી મહિલા સહિત ત્રણ ઝડપાયા

Team Chabuk-Gujarat Desk: કેશોદના કર્મચારી નગરમાં રહેતા આધેડ સાથે છેતરપિંડી કરનારી મહિલા સહિત ત્રણ લોકો ઝડપાયા છે. સાથે જ પોલીસે બે લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓએ આધેડને સસ્તામાં સોનું વેચવાની લાલચ આપી અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

nios plate

આરોપીઓએ કેશોદના કર્મચારી નગરમાં રહેતા એક આધેડને વિશ્વાસમાં લઇ સોનુ સસ્તામાં આપવાનું કહી 2.50 લાખની રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ આધેડને પિતળ જેવી ધાતુના દાગીના આપી છેતરપીંડી કરી હતી. આ કેસમાં કેશોદમાં રહેતાં માતા-પુત્ર સહિત કુલ 5 સામે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કેશોદ કર્મચારી નગરમાં રહેતાં નરસિંહભાઈ ટપુભાઈ ભાદરકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સોનલબેન રાજુભાઈ અને તેમનો પુત્ર વિકાસે હુશેનભાઈ નામના વ્યક્તિ સાથે નરસિંહભાઈની મુલાકાત કરાવી હતી. અને કહ્યું હતું કે હુશેનભાઈના ઓળખીતા રાજુભાઈ રહે.ધોરાજીના ઘરના પાયામાંથી સોનુ નીકળ્યું છે.જે સસ્તામાં વેચવાનું છે.

nios plate

બાદમાં હુશેને રાજુ અને તેના સાળા સાથે નરસિંહભાઈની મુલાકાત કરાવી હતી. રાજુએ તેમની પાસે રહેલા લીલા કલરની કાપડની પોટલી બતાવી અને તેમાં સોનાના પારાવાળી માળા બતાવી હતી. તેમાંથી 2 સોનાના પારા નરસિંહભાઈને આપી વિશ્વાસમાં લીધા હતા.

ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ પિતળ જેવી ધાતુનો ખોટો દાગીનો નરસિંહભાઈને અઢી લાખ રૂપિયામાં આપી છેતરપિંડી આચરી હતી. પોલીસે કુલ 5 વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments