Homeગુર્જર નગરીજૂનાગઢઃ ધારી-ચલાલાના ગાઢ જંગલમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી અને બે સિંહ...

જૂનાગઢઃ ધારી-ચલાલાના ગાઢ જંગલમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી અને બે સિંહ પાટા પર આવી ગયા ! લોકો પાયલટે બચાવ્યાં જીવ

Team Chabuk-Gujarat Desk: ધારી-ચલાલાના ગાઢ જંગલમાં મીટર ગેજ ટ્રેનના લોકો પાયલટની સતર્કતાના કારણે 2 સિંહના જીવ બચી ગયા. મળતી માહિતી મુજબ 23 એપ્રિલે જૂનાગઢ-અમરેલી મીટર ગેજ પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી. આ દરમિયાન ગાઢ જંગલમાં અચાનક બે સિંહ રેલવે ટ્રેક પર આવી ગયા હતા.

coop rajkot

આ મુદ્દે ભાવનગર રેલવે ડિવીઝનના માશુક અહમદે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવીઝનના કર્મચારી નિર્મલ ડુફારે (લોકો પાયલોટ) 23 એપ્રિલના જૂનાગઢ- અમરેલી મિટર ગેજ પેસેન્જર ટ્રેન લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટ્રેન ધારી- ચલાલાના ગાઢ જંગલમાં પહોંચતા જ અચાનક 2 સિંહ રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. લોકો પાયલટે આ દ્રશ્યો જોતા જ કંઈ પણ વિચાર્યા વગર તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. પરિણામાં બંને સિંહના જીવ બચી ગયા હતા.

coop vadodara

ટ્રેન રોકાઇ ગયા બાદ બન્ને સિંહ પાટા પારથી ખસી ગયા હતા અને પોતાની મસ્તિમાં મહાલતા જંગલ તરફ ચાલ્યા ગયા હતા. આ ઘટના બાદ ડિવીઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલે લોકો પાયલોટની કામગીરીને બિરદાવી હતી.

coop ahmedabad

જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન આસપાસ ફેન્સિંગ કરવાની કામગીરીની વાતો થઇ રહી છે ત્યારે આ ઘટનામાં જો લોકો પાયલોટનું ધ્યાન ન ગયું હોત તો વધુ એક દુર્ઘટના સર્જાઇ હોત.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં રેલવે ટ્રેક પર આવી ગયા બાદ લોકો પાયલોટની સતર્કતાના કારણે સિંહનો બચાવ થયો હોવાની આ 9મી ઘટના છે.

(તસવીર: ફાઈલ )

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments