Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત આપના પ્રભારી ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં કૈલાસ ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તેમની સાથે 10 જેટલા હોદ્દેદારો અને આગેવાનો તથા તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કૈલાશ ગઢવીએ ગતરોજ એક ટ્વિટ કરી હતી જેમાં તેમની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દેખાયા હતા.

આ દરમિયાન કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. રાજ્યમાં 27 વર્ષથી અહંકારી સરકાર રહી છે. મહિલા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણમાં સરકારે કંઈ જ એવું નથી કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે આજે 27 વર્ષ સુધી કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. કોંગ્રેસમાં જીતવાની કમી છે. છેલ્લી ઘડીએ જીતનારાને બદલી દેવામાં આવતા હતા. 20 સીટો જીતવા લાયક હતી જેના પર પાર્ટીએ જીતનારાને ટિકિટ આપી ન હતી અને હારી ગયા.
ઉલ્લેખનીય છે કે, સીએ કૈલાશ ગઢવી કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂક્યા છે. પ્રોફેશનલ કોંગ્રેસના વડા પણ રહી ચૂક્યા છે. કૈલાશ ગઢવી થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યા છે. ત્યારે તે આપમાં જોડાઈને નવાજૂની કરવાના એંધાણ કરે તો નવાઈ નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત