Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અનામત આંદોલનનો ચહેરો એવા હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. પાટીદાર આંદોલન સમયે કરવામાં આવેલા કેસ પરત ખેંચવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ફગાવી દીધી છે. 2જી મેના રોજ આ કેસમાં તહોમતનામું સંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી છે.
મહત્વનું છે કે, 20 માર્ચ 2017 ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના તત્કાલિન કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદનો કેસ પરત ખેંચવા સરકારે અરજી આપી હતી. નોંધનીય છે કે, સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયે તોફાનોના કેસ પાછા ખેંચવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ કોર્ટમાંથી 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ કેસ માટે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

પાટીદાર આંદોલન સમયે જે કેસ પાટીદારો ઉપર લગાવવામાં આવ્યા હતા તે તમામ કેસ પાછા ખેંચવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના ટોટલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. જે તે સમયે કૃષ્ણનગર, રામોલ, બાપુનગર, નરોડા અને અન્ય જગ્યાઓ પર કેસ કરવામાં આવ્યા હતા. તેમાંથી અગાઉ પણ ત્રણ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. જે મેટ્રો કોર્ટમાં હતા અને વધુ સાત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સાથે કુલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે અને અન્ય ત્રણ કેસ છે. ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત