Homeગુર્જર નગરીજૂનાગઢઃ વંથલીના ધણફુલિયા ગામે પિતરાઈ ભાઈઓની હત્યાનો પ્રયાસ

જૂનાગઢઃ વંથલીના ધણફુલિયા ગામે પિતરાઈ ભાઈઓની હત્યાનો પ્રયાસ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં ગુનાઓની ઘટના વધી રહી છે. આરોપીઓને જાણે પોલીસનો ડર ન હોય તેમ બેફામ કોઈ પર પણ હુમલો કરતા કચવાટ નથી અનુભવતા. આવી જ એક ઘટના બની છે જૂનાગઢના વંથલીમાં.

વંથલીના તાબેના ધણફુલિયા ગામે દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્નના મનદુખમાં બે પિતરાઈ ભાઈઓ પર 6 શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓ પિતરાઈ ભાઇઓ પર હથિયારો વડે તૂટી પડ્યા હતા જેમાં બંને ભાઈ ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવાયા છે.

મળતી માહિતી મુજબ વંથલીથી 12 કિલોમીટર દૂર આવેલા ધણફુલિયા ગામે રહેતા ફરિયાદી આરીફ ગામેતીએ આરોપ લગાવ્યો છે કે, કારાભાઈની દીકરીને દોઢ વર્ષ પહેલા શાહનવાજ ભીખુમીયા બુખારી નામનો શખ્સ ભગાડીને લઇ ગયો હતો અને બંનેએ લગ્ન કર્યા હતા. યુવતીને ભગાડવામાં ઇબ્રાહીમ ઉર્ફે ભોલો કાસમ પલેજા, નુરમહમદ ઉર્ફે નુકો અને તેની પત્નીએ સહકાર આપ્યો હોવાનો દાવો છે.

આ ઘટના દરમિયાન ઝઘડો થયો હતો જેના મનદુ:ખમાં કારાભાઈ અને તેના માસીના દીકરા યુસુફ વાડીએ હતા ત્યારે સોનારડી ગામના નુરમહમદ ઉર્ફે નુકો કાસમ પલેજા, ઇબ્રાહીમ ઉર્ફે ભોલો કાસમ પલેજા, અબ્દુલ કાસમ પલેજા, કાદર હસન પલેજા, નુકાનો પુત્ર અને એક અજાણ્યા શખ્સ સહિત છ શખ્સોએ પાઈપ, કુહાડી લઈને ઘસી આવ્યા હતા અને કારાભાઈ અને તેની માસીના દીકરા યુસુફ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે. વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર કેસ મુદ્દેે PSI વી.કે.ઉંજીયાએ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments