Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના નાસિકમાં વહેલી સવારે બસ અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં બસમાં આગ લાગી ગઈ અને 11 લોકો જીવતા જ ભૂંજાઈ ગયા. વહેલી સવાર હોવાથી મોટા ભાગના મુસાફરો સૂઈ ગયા હતા, જેથી તેમને બચવાની તક મળી ન હતી. મૃતકોમાં બસનો ડ્રાઈવર અને કેટલાંક બાળકો પણ સામેલ છે. જ્યારે 38 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા.
નાસિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ચિંતામણિ ટ્રાવેલ્સની બસમાં 45-50 લોકો સવાર હતા. વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતું ટેન્કર બસ સાથે અથડાયું હતું. જેના પગલે બસની ડિઝલની ટાંકી ફાટી જતાં આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. બીજી તરફ બસમાં મોટા ભાગના લોકો ઉંઘી રહ્યા હતા. તેઓ કંઈ પણ સમજે તે પહેલાં જ સમગ્ર બસમાં આગની જ્વાળાઓ પ્રસરી ગઈ હતી.
દુર્ઘટના બાદ રસ્તા પર બૂમાબૂમ થવા લાગી હતી. કેટલાક લોકો જીવ બચાવવા માટે બારી માથી કૂદી ગયા હતા. ત્યા સુધી કે પોતાના બાળકોને પણ બારીમાંથી બહાર ફેંકી દીધા હતા. માત્ર 20 જ મિનિટમાં સમગ્ર બસ બળીને રાખ થઈ ગઈ હતી.
In a horrific Road Accident 11 persons were charred to be dead while 20 others sustained burn injuries after a bus hits a lorry and caught fire in Nashik on Aurangabad road in #Maharashtra pic.twitter.com/BLopIt87o4#busfire #Roadsafety #BusAccident #FireAccident
— Avnish Goswami (@AvnishGoswamiSK) October 8, 2022
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહા અને ઈજાગ્રસ્તોને મફત સારવાર આપવાની જાહેરાત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત