Team Chabuk-Gujarat Desk: રાજકોટના મેટોડા GIDCમાં અંજલી પાર્કની નિલકમલ સોસાયટીમાં રહેતાં રાહુલ હેમરાજભાઇ સોંદરવા (ઉં.વ.26) નામના આશાસ્પદ યુવાને મોત વ્હાલુ કરી લીધુ. યુવાને ઘરે પ્લાસ્ટિકની દોરી છતના હુકમાં બાંધી ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ. અગિયાર મહિના પહેલા જ રાહુલના લગ્ન થયા હતા. અંતિમ પગલું ભરતા પહેલાં તેણે પોતાની પત્નીને વીડિયો કોલ કર્યો હતો અન કહ્યું હતું કે, હવે હું નહીં રહું.
મળતી માહિતી મુજબ રાહુલ સોંદવરાએ શુક્રવારે ગળેફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મોડીરાતે તબીબોએ તેને મૃત જાહેર કરતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
બીજી તરફ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. લોધિકા પોલીસ આ મુદ્દે તપાસ શરૂ કરી છે. આપઘાત કરનારો રાહુલ બે ભાઇમાં મોટો અને મૂળ જૂનાગઢના માળિયાહાટીના જુથર ગામનો વતની હતો. અગિયાર મહિના પહેલા તેના લગ્ન ગીર સોમનાથના કાજલી ગામે હેમવંતી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની મેટોડા રહેવા આવ્યા હતા. અહીં રાહુલ કંપનીમાં નોકરી કરતો હતો.
રાહુલની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, રાહુલને બે દિવસની રજા આવતી હતી તેણે મને પિયરમાં આંટો મારી આવવા કહ્યું હતું. મને રેલવે સ્ટેશને મૂકવા આવ્યો હતો અને ટ્રેન સોમનાથ વેરાવળ પહોંચી ત્યારે તેણે મને વીડિયો કોલ કર્યો હતો. મને કહ્યું હતું કે ‘હવે હું નહીં રહું’, આ પછી તેણે ફોન કટ કરી નાંખ્યો હતો. રાહુલની પત્નીએ દાવો કર્યો છે કે, અમારી વચ્ચે કોઇ માથાકૂટ થઇ નહોતી. તેણે આ પગલું શા માટે ભર્યુ તેની મને પણ ખબર નથી. આ સમગ્ર કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત