Homeગુર્જર નગરીજૂનાગઢઃ સોશિયલ મીડિયાનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો, બે મિત્રો પર પાંચ શખ્સોએ...

જૂનાગઢઃ સોશિયલ મીડિયાનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો, બે મિત્રો પર પાંચ શખ્સોએ લાકડી-પાઈપ વડે કર્યો હુમલો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માખીયાળા ગામમાં સોશિયલ મીડિયા ગૃપમાં રાજકીય લોકોના ફોટા મુક્યા બાદ વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ગૃપમાં બોલાચાલી થયા બાદ પાંચ શખ્સોએ બે મિત્રો પર લાકડી અને પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જેથી બન્ને મિત્રોને ઇજા પહોંચી હતી. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી  શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામમાં રહેતા અને ગોંડલ વેપાર કરતા હિતેશ હરિભાઈ ગજેરા અને તેના મિત્ર હરેશ ભીખાભાઈ ગજેરા ગામમાં આવેલા મંદિરના બાંકડે બેઠા ગતા અને સોશિયલ મીડિયાના ગૃપમાં ચેટિંગ કરી રહ્યા હતા. આ સમયે ગૃપમાં જીજ્ઞેશ કાંતી ગજેરાએ રાજકીય નેતા સાથે પડાવેલો ફોટો મુક્યો હતો. ત્યારબાદ અન્યએ ફોટો ગૃપમાં મુક્યો હતો.

આ દરમિયાન હિતેશે ગોંડલ યાર્ડના ચેરમેન સાથે પડાવેલો ફોટો મુક્યો હતો. જેથી ગૃપના સભ્ય મિલન ટીલાળાએ આ કોણ છે, તેમ લખ્યું હતું. ત્યારે હિતેશે અભદ્ર ભાષામાં જવાબ લખતા જીગ્નેશે પાદરમાં આવું છું તેવું કહી ઝઘડો કર્યો હતો.

આ ઘટના બાદ જીજ્ઞેશ કાંતી ગજેરા, કાંતી દેવજી ગજેરા, ગોપાલ વલ્લભ ટીલાળા, મિલન ગોપાલ ટીલાળા અને અન્ય એક અજાણ્યા શખ્સે આવી હિતેશ અને તેના મિત્ર હરેશ પર પાઈપ અને લાકડી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં બંને મિત્રોને માથામાં ઇજાઓ પહોંચાડી હતી. આથી બંન્નેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ, સોશિયલ મીડિયાની વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.આ સમગ્ર મામલે ઇજાગ્રસ્તે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments