Homeસિનેમાવાદશા માટે આ રૂપસુંદરી માત્ર કાચુ જ માસ ખાય છે ? કારણ...

શા માટે આ રૂપસુંદરી માત્ર કાચુ જ માસ ખાય છે ? કારણ જાણીને ચોંકી જશો

Team Chabuk-Entertainment Desk: દુનિયામાં એવાં અલગ-અલગ લોકોની અલગ-અલગ પસંદ છે. રહેણી-કરણી અને ખાવા પીવાથી લઈ દરેક લોકોની પસંદ અલગ-અલગ હોય છે. કોઈ લોકોને વેજિટેરિયન ફૂડ પસંદ છે તો કેટલાંક એવાં પણ છે જેઓ નોનવેજિટેરિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે. એ પણ કાચુ.

આજે આપણે એક આવી જ મહિલા વિશે વાત કરી રહ્યા છે. જે મહિલા કાચુ માંસ ખાય છે. એટલું જ નહીં તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. તે કાચુ માંસ કેમ ખાય છે તેનાંથી તેને શું ફાયદો મળે છે તેના વિશે પણ તેનો અલગ જ વિચાર છે.

કાચું માંસ ખાનારી આ મહિલા સ્ટારનું નામ હેઇડી મોંટાગ (Heidi Montag) છે. જે અમેરિકન રિયાલિટી ટીવી પર્સનાલિટી છે. સિંગર અને એક્ટર પણ છે. 35 વર્ષી હૈઇડીએ જણાવ્યું કે તેને 4 વર્ષનો દીકરો છે અને તેનો પતિ વધુ એક બાળક ઇચ્છે છે.

હેઇડીને બાળક માટે ટ્રાય કરતાં 18 મહિનાથી વધુ સમય થઇ ગયો છે પરંતુ તે ગર્ભ ધારણ નથી કરી શકતી. તેણે કહ્યું કે, “મને આ માટે કંઇક અલગ કરવાની જરૂર હતી. તેથી મે કાંચુ માંસને સ્નેક્સ તરીકે ખાવાનું વિચાર્યું. તેનાંથી મને ઘણાં ફાયદા થવાં લાગ્યાં છે.”

એક દાવો એવો છે કે, હેઇડીને ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સર્જરીથી ગર્ભાશય પોલીપ્સ કાઢી નાખવામાં આવ્યું હતું. જે બાદ તેની પ્રજનન ક્ષમતાને વધારવાનાં ઉપાય શોધી રહી છે. આ માટે તેણે કાચું માંસ ખાવાનું શરૂ કરી દીધુ છે.

હેઇડીનું કહેવું છે કે, “દોઢ વર્ષથી વધુ સમયથી પ્રેગ્નેન્ટ થવાનો પ્રયાસ કરી રહી છે. પણ હું પ્રેગ્નેન્ટ નથી થઇ શકી રહી. હું પ્રેગ્નેન્ટ થવા માટે અલગ અલગ વસ્તુઓ અજમાવવાં તૈયાર છું. આ પોષક તત્વનો ઘણો જ ઉત્તમ સોર્સ છે. મે તેને ડાયટમાં લેવાનું શરૂ કર્યુ છે ત્યારથી હું સારુ અનુભવું છું. મારી એનર્જી સારી રહે છે. સેક્સુઅલી પરફોર્મન્સ પણ સારુ રહે છે અને શરીરનાં જુના દુખાવા પણ જતાં રહ્યાં છે. જ્યારે હું બહાર જાવું છુ તો કાંચુ માંસનું પેકેટ બેગમાં રાખીને લઇ જવું છું.”

હેઇડીએ વધુમાં જણાવ્યું કે, “કાચું માંસ ઘણું જ પૌષ્ટિક હોય છે અને તેમાંથી સારુ એવું પોષક તત્વ પણ મળે છે. તેમાં ન્યૂટ્રીએન્ટનું પ્રમાણ ઘણું હોય છે. અને ટોક્સિન્સ નથી હોતા. જાનવરનાં અંગ ઘણાં જ પૌષ્ટિક માનવામાં આવે છે. કાચુ લીવર ખાવાથી પોષક તત્વ ઘણી માત્રામાં મળે છે. આ સાથે જંગલી ભેંસનું હાર્ટ અને બેલનાં અંડકોષ ઘણાં જ પૌષ્ટિક હોય છે. મને સુશી (જાપાની ડિશ)માં હોય છે તેવાં જ ઓર્ગન્સ ખાવા પસંદ છે.” હેઇડીએ તેનાં યૂટ્યૂબ પર એક લાઇવ સ્ટ્રીમિંગમાં જણાવ્યું હતું કે, “મને આશા છે કે, તેનાં કારણે મને પ્રેગ્નેન્ટ થવામાં મદદ મળી શકશે.”

જો કે, બીજી તરફ ડોક્ટરનું મંતવ્ય છે કે, લિવર પ્રોટીનની સાથે સાથે બી વિટામિન, જિંક, ફોલેટ અને આયરન જેવાં પોષક તત્વોનો એક સારો સોર્સ છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર, વિટામિન બી 12 પ્રજનન ક્ષમતા પર સકારાત્મક પ્રભાવ રાખે છે. જો કે, કાચુ માંસ ખાવું જોખમથી ભરેલું છે. ખોરાક રાંધીને ખાવાનો ઉદ્દેશ હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરવાનો છે. તેથી હમેશાં માંસને રાંધીને ખાવું જોઇએ.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments