Team Chabuk-Gujarat Desk: સંઘપ્રદેશ દીવમાં ધોરણ 10નું કુલ પરિણામ 54.45 ટકા આવ્યું છે. દીવના કુલ 740 વિદ્યાર્થીઓમાંથી 397 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 331 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરીક્ષામાં 12 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
જિલ્લામાં પ્રથમ નંબરે વિદ્યાર્થીએ જ્યારે બીજા અને ત્રીજા નંબરે વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. જિલ્લામાં 600માંથી 540 માર્ક્સ મેળવી બામણિયા જયકુમાર પ્રમોદે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે 600માંથી 530 માર્ક્સ મેળવી અક્ષા મહમદ સાજીદે બીજુ અને આસ્થા પ્રેમજી સિકોતરિયાએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે.
જિલ્લામાં બે શાળાનું પરિણામ 80 ટકાથી વધુ આવ્યું છે. સૌથી વધુ નિર્મલા માતા ઈગ્લિશ મીડિયમ સ્કૂલનું પરિણામ 82.31 ટકા જ્યારે સૌથી ઓછુ G.H.S બોય્ઝ ઘોઘલા-દીવનું 28.57 આવ્યું છે.
આ ઉપરાંત G.H.S. ગર્લ્સ દીવનું 80.95 ટકા, G.H.S.S. ઘોઘલા-દીવનું 62.66 ટકા, G.H.S. નાગવા-દીવનું 62.50 ટકા, G.S.H ડગાચી-દીવનું 60 ટકા, G.H.S.S બુચરવાડા-દીવનું 56.62 ટકા, G.H.S ફુદમ-દીવનું 42.85 ટકા અને 41.73 ટકા પરિણામ G.H.S.S વણાકબારા ગર્લ્સ-દીવનું આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ