Homeગુર્જર નગરીજૂનાગઢઃ “અસામાજિક તત્વો છરી લઈને દુકાનમાં ઘૂસી જાય છે”, વેપારીઓએ પોલીસ સામે...

જૂનાગઢઃ “અસામાજિક તત્વો છરી લઈને દુકાનમાં ઘૂસી જાય છે”, વેપારીઓએ પોલીસ સામે ઠાલવી વેદના

Team Chabuk-Gujarat desk: જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે, વેપારીઓને ડરી ડરીને ધંધો કરોવો પડી રહ્યો છે. આ જ મુદ્દે વેપારીઓએ આજે એક દિવસ સંપૂર્ણ બંધ પાળીને અસમાજિક તત્વોનો વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ સમક્ષ કાર્યવાહીની માગણી કરી હતી.

વેપારીઓનો આરોપ છે કે, કેટલાક અજાણ્યા તત્વો તેમને ધંધો કરવા નથી દેતા. એક વેપારીએ પોલીસ સમક્ષ પોતાની આપવીતિ જણાવી હતી. તેણે કહ્યું કે, આ તત્વો છરી લઈને વેપારીઓને ધમકાવે છે. તેણે આરોપ લગાવ્યો કે, તાજેતરમાં જ એક વેપારીની દુકાનમાં આ શખ્સ છરી લઈને ઘૂસી ગયો હતો અને તેલનો ડબ્બો મફતમાં લઈને જતો રહ્યો હતો. જ્યારે વેપારીએ તેનો વિરોધ નોંધાવ્યો તો, તેણે વેપારીને અપશબ્દો બોલી, છરી મારી દઈશ તેમ કહી ધમકી આપી. અસમાજિક તત્વ પાસે હથિયાર જોઈને વેપારી ડરી ગયો હતો.

વેપારીઓનો આરોપ છે કે, આ પહેલીવાર નથી. આવું તો અનેકવાર બન્યું છે. નાની નાની વસ્તુઓ લઈને ભાઈગીરી કરતાં લુખ્ખા તત્વો તેમને રોજ હેરાન કરે છે.એક વેપારીએ કહ્યું કે, આ શખ્સો પોલીસ આવતા શાંત થઈ જાય છે. ત્યારબાદ સ્થિતિ જૈસે થે થઈ જાય છે. બીજી તરફ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વેપારીઓને કાર્યવાહીની ખાતરી આપી હતી.  પોલીસ અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે, તમે માત્ર ઓળખાણ આપો અમે તેને ઘરમાંથી અત્યારે જ કાઢી લઈએ. જો કે, વેપારીઓને આ શખ્સોના નામ સરનામા ખબર ન હતા.

હાલ પોલીસે  આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને વેપારઓને વિશ્વાસ અપાવ્યો છે કે, પોલીસ તેમની સુરક્ષા માટે છે. પોલીસના સારા સપોર્ટથી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વેપારીઓનું કહેવું છે કે, અસમાજિક તત્વોનો એટલી હદે ત્રાસ વધી ગયો છે કે, તેમને દુકાન ખોલવાનું જ મન નથી થતું. જો કે, હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા અને પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા તેઓ શાંતિથી ધંધો કરી શકશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments