Homeદે ઘુમા કેરવિન્દ્ર જાડેજાએ મેળવેલી સિદ્ધિ ભારતના ફક્ત ચાર ક્રિકેટરો જ મેળવી શક્યા છે

રવિન્દ્ર જાડેજાએ મેળવેલી સિદ્ધિ ભારતના ફક્ત ચાર ક્રિકેટરો જ મેળવી શક્યા છે

Team Chabuk-Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નોટિંધમ મેદાનમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) કમાલ કરી દીધો હતો. ઈતિહાસ રચવાના કારણે આ મેચ તેના માટે યાદગાર બની ગઈ હતી. આ મેચમાં જાડેજાએ એ કિર્તીમાન સ્થાપિત (new Record) કર્યો હતો, જે ભારત માટે માત્ર ચાર ક્રિકેટર જ કરી ચૂક્યા છે. તેણે આ ઉપલબ્ધિ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પ્રાપ્ત કરી હતી.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચના ત્રીજા દિવસે જ્યારે રવિન્દ્ર જાડેજા મેદાનમાં બેટીંગ કરવા માટે ઉતર્યો હતો ત્યારે ટેસ્ટ મેચમાં તેને 2000 રન પૂર્ણ કરવા માટે 15 રનની આવશ્યકતા હતી. જાડેજાએ ટેસ્ટમાં બે હજાર રન પૂરાં કરી રનમાં ડબલ સુધી પહોંચ્યો હતો. જાડેજાની મજબૂત બેટીંગના સહારે ભારતીય ટીમ એક મોટો સ્કોર કરી શકી હતી. જાડેજાએ પોતાની ઈનિંગમાં 56 રન બનાવ્યા હતા.

56 રનની ઈનિંગ થકી રવિન્દ્ર જાડેજા ભારતના કેટલાક પસંદગીના ખેલાડીઓની લિસ્ટમાં આવી ગયો છે. જેણે ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન પણ બનાવ્યા હોય અને 200 વિકેટ પણ લીધી હોય. આ પહેલા ભારત તરફથી અનિલ કુંબલે, કપિલ દેવ, હરભજન સિંહ અને રવિચંદ્રન અશ્વિન આ કારનામો કરી ચૂક્યા છે. જાડેજાએ આ ઉપલબ્ધિ પોતાની 56મી ટેસ્ટમાં મેળવી હતી.

બીજી બાજુ નોટિંધમ ટેસ્ટની જો વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતને ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગના આધાર પર 95 રનની લીડ મળી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 278 રન બનાવ્યા હતા. ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં કે.એલ. રાહુલનો મોટો ફાળો રહ્યો હતો. રાહુલ 84 રન બનાવીને આઉટ થયો હતો. તેના સિવાય જાડેજાએ 56 રનની ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડની ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 183 રન પર ઢેર થઈ ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments