Team Chabuk-Sports Desk: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રમત-ગમત ક્ષેત્રે અપાતા સર્વોચ્ય સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું (rajiv gandhi khel ratna award) નામ બદલી નાખ્યું છે. સરકારે આ એવોર્ડને હવેથી હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદના (major dhyanchand) નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે, દેશને ગૌરવ અપાવનાર ઘડી વચ્ચે અનેક દેશવાસીઓનો આગ્રહ સામે આવ્યો કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને ધ્યાને રાખીને, આ પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવે છે. જય હિંદ
देश को गर्वित कर देने वाले पलों के बीच अनेक देशवासियों का ये आग्रह भी सामने आया है कि खेल रत्न पुरस्कार का नाम मेजर ध्यानचंद जी को समर्पित किया जाए। लोगों की भावनाओं को देखते हुए, इसका नाम अब मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार किया जा रहा है।
— Narendra Modi (@narendramodi) August 6, 2021
जय हिंद!
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ભારતમાં રમત-ગમત ક્ષેત્રનો સર્વોચ્ય એવોર્ડ છે. 1991-92માં કેન્દ્ર સરકારે આ એવોર્ડની શરૂઆત કરી હતી. આ એવોર્ડ જીતનાર ખેલાડીને સન્માનપત્રક, એવોર્ડ અને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ ખેલ રત્ન એવોર્ડ ભારતના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 45 લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ ક્રિકેટર રોહિત શર્મા, પેરાલમ્પિયન હાઈ જમ્પર મરિયપ્પન થંગવેલુ, ટેબલ ટેનિસ પ્લેટર માનિકા બત્રા, કુશ્તીબાજ વિનેશ ફોગાટને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
અત્યાર સુધી 3 હોકી ખેલાડીને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ધનરાજ પિલ્લેને 1999-2000, સરદાર સિંહને 2017 અને રાની રામપાલને 2020માં આ એવોર્ડ અપાયો હતો. આ એવોર્ડ અત્યાર સુધી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાતો હતો પરંતુ આજથી આ એવોર્ડનું નામ બદલીને કેન્દ્ર સરકારે હોકીના લિજેન્ડ ખેલાડી મેજર ધ્યાનચંદના નામ પરથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ (major dhyanchand khel ratna award) કરી દીધું છે.
મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. મેજર ધ્યાનચંદના જન્મદિવસને ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદ 16 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયા હતા. મેજર ધ્યાનચંદે 1926 થી 1949 સુધી 185 આંતરરાષ્ટ્રીય મેચમાં 400 ગોલ કર્યા હતા. તેમની શાનદાર રમતના કારણે ભારતે 1928, 1932 અને 1936માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. મેજર ધ્યાનચંદે 1928ના એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં 14 ગોલ ફટકાર્યા હતા. ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત