Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદના પાડોદર ગામનો યુવક ઘરેથી નોકરી માટે ફોર્મ ભરવા જાઉં છું કહી નીકળ્યો અને ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી લીધી. ઘરેથી બાઈક પર નીકળ્યાં બાદ યુવક ફોર્મ ભરવાની જગ્યાએ રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો. ઘટનાના પગલે યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના સ્થળ રેલવે વિભાગની હદ બહાર આવતાં સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, યુવકના મૃતદેહનું કારણ હજુ અકબંધ છે.
મળતી માહિતી મુજબ કેશોદથી લુશાળા તરફ 2 કિલોમીટર દૂર પાડોદર ગામના યુવક મિલન કાળાભાઈ સોલંકીએ સોમનાથ-જબલપુર ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી લીધો. મિલને આપઘાત પહેલાં રેલવે ટ્રેક નજીક બાઈક પાર્ક કર્યું હતું. યુવકની બાઈકમાંથી લિવિંગ અને બર્થ સર્ટીફિકેટ, માર્કશીટ વગેરે દસ્તાવેજોની ફાઈલ મળી આવી છે. જ્યારે મિલનનો મોબાઇલ રેલવે ટ્રેક નજીક પતરાની પેટીના ઓટા પરથી મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેલવેના નિયમ મુજબ નજીક આવતાં લુશાળા રેલવે સ્ટેશને મૃતદેહ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી કેશોદ લવાયો હતો. કેશોદ રેલવેની હદ પુરી થતાં રેલવે પોલીસે તપાસ સીટી પોલીસને સોંપી છે.
મિલન તેમના પરિવારમાં સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે. અણધારી ઘટનાથી પરિવારજનો શોકમગ્ન છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં આત્મહત્યાનું સાચુ કારણ બહાર આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
