Homeસિનેમાવાદગાયક કેકેને ભીની આંખે વિદાય, દીકરાએ આપી મુખાગ્નિ, અનેક લોકો અંતિમ દર્શન...

ગાયક કેકેને ભીની આંખે વિદાય, દીકરાએ આપી મુખાગ્નિ, અનેક લોકો અંતિમ દર્શન માટે પહોંચ્યા

Team Chabuk-Gujarat Desk: જાણિતા બોલિવૂડ પ્લેબેક સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ)નું 31મેના રોજ રાત્રે અવસાન થયું હતું. કોલકાતામાં લાઈવ કોન્સર્ટમાં પર્ફોર્મ દરમિયાન જ કેકેની તબિયત બગડી હતી અને તેઓને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં પરંતુ ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. ગઈકાલે કોલકાતામાં જ કેકેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ગન સેલ્યૂટ સાથે વિદાય આપવામાં આવી હતી. ત્યારે આજે બપોરે કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

તેમના પાર્થિવદેહને AI 773 ફ્લાઇટમાં મુંબઈ લાવ્યો હતો. કેકેનો પાર્થિવદેહ પાર્ક પ્લાઝામાં અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. સંગીત જગત અને ફિલ્મી જગતની અનેક જાણીતી હસ્તીઓએ કેકેના પાર્થિવદેહના અંતિમ દર્શન કર્યા હતા અને ભીની આંખે વિદાય આપી હતી. બપોરે એક વાગે ઘરેથી અંતિમ યાત્રા નીકળી હતી. વર્સોવાના હિંદુ સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા નકુલે મુખાગ્નિ આપ્યો હતો.

પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, કેકેનું મોત માસિવ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. ઓટોપ્સી રિપોર્ટ પ્રમાણે, કેકેને લાંબા સમયથી હૃદય સંબંધિત બીમારી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments