Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં IPL પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો છે. જૂનાગઢ LCBએ આરોપીને ઝડપી લઈ તેની પાસેથી 6 લાખ 55 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ જુગારની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સૂચના બાદ LCBએ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન બાતમી મળી કે, ઝાંસીની રાણીના સર્કલ પાસે આવેલા કાકા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં નૈમિષ મધુસુદન ભલાણીન નામનો શખ્સ આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે.

બાતમી મળ્યા બાદ LCBની ટીમ દરોડો પાડવા સ્થળ પર જતા દુકાન બંધ હતી અને બોર્ડ પણ ન હતું પરંતુ પાછળના ભાગે દરવાજો ખુલ્લો હતો અને 1 શખ્સ હાજર હતો. તપાસ કરતા આ શખ્સના મોબાઇલમાં ક્રિકેટ સટ્ટાની આઇડી ચાલુ હતી. સટ્ટાની આ ક્રેડિટ આઇડી કેશોદના કિશોર નામના શખ્સ પાસેથી 1 લાખમાં લીધી હોવાનું અને સોદાનું કટ્ટીંગ કેશોદનો મુકો રબારી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ તપાસમાં દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. LCBએ 10 હજારની કિંમતનો મોબાઈલ, 5 હજારની કિંમતનું ટીવી, 1,39,850 રૂપિયા રોકડા તેમજ 5 લાખ રૂપિયાની કાર મળી કુલ 6,55,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
