Team Chabuk-Political Desk: દેશની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીનો આજે 42મો સ્થાપના દિવસ છે. દેશભરમાં ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય પર પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનની શરૂઆત ભારત માતાને શ્રદ્ધાંજલિ આપીને કરી અને કહ્યું કે આ અવસર પર પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભકામનાઓ. વડાપ્રધાને કહ્યું કે, ભાજપ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના માર્ગ પર ચાલી રહી છે. તેમણે કહ્યું કે આજે દેશમાં નીતિઓની સાથે સાથે ઈચ્છાશક્તિ પણ છે. 100 વર્ષના આ સૌથી મોટા સંકટમાં ગરીબોને ભૂખ્યા સૂવું ન પડે તે માટે કેન્દ્ર સરકાર લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વર્ષનો સ્થાપના દિવસ ત્રણ કારણોસર મહત્વપૂર્ણ છે. પહેલું કારણ એ છે કે આ સમયે આપણે દેશની આઝાદીના 75 વર્ષ, આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. બીજું કારણ ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ, બદલાતી વૈશ્વિક વ્યવસ્થા છે. આમાં ભારત માટે સતત નવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. ત્રીજું કારણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. થોડા અઠવાડિયા પહેલા જ ચાર રાજ્યોમાં બીજેપીની ડબલ એન્જિનવાળી સરકારો પરત આવી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા 100 પર પહોંચી છે.
વડાપ્રધાને કહ્યું કે આજે દુનિયાની સામે એક ભારત છે જે કોઈપણ ડર કે દબાણ વિના પોતાના હિત માટે અડગ છે. જ્યારે આખું વિશ્વ બે વિરોધી ધ્રુવોમાં વહેંચાયેલું છે, ત્યારે ભારતને એક એવા દેશ તરીકે જોવામાં આવે છે જે માનવતાની મક્કમતાથી વાત કરી શકે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે સરકારી યોજનાઓનો લાભ જીવનના તમામ ક્ષેત્રના લોકો સુધી પહોંચશે, ત્યારે જ દેશમાં સૌનો સાથ સૌનો વિકાસ થશે. દેશમાં દાયકાઓ સુધી કેટલીક પાર્ટીઓએ વોટ બેંકની રાજનીતિ કરી. ભેદભાવ, ભ્રષ્ટાચાર, આ બધું વોટબેંકની રાજનીતિની આડ અસર હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત