Team Chabuk-Gujarat Desk: એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે જો કોઈ તમને મદદ કરવાની સલાહ આપે તો ચેતી જજો. કારણ કે જૂનાગઢમાંથી આવી જ એક ગેંગના બે શખ્સો ઝડપાયા છે. જૂનાગઢ પોલીસે આંતરરાજ્ય ગેંગના બે શખ્સોને ઝડપ્યા છે. ઝડપાયેલા શખ્સો ATM મશીનમાં પૈસા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરતા હતા. વૃદ્ધ અશક્ત લોકોને પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને તેમના એટીએમ કાર્ડ ચોરી કરી ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા.
આ બે શખ્સોને જૂનાગઢ પોલીસે ઝડપી લઈ આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. કૃષ્ણમૂર્તિ અને મોહન ચિંનથલા નામના આંધ્ર પ્રદેશમાં રહેતા બે શખ્સોની પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરી છે. આ બંને શખ્સ અભણ અને વૃદ્ધ લોકોને એટીએમમાંથી પૈસા ઉપાડવાના બહાને એટીએમ કાર્ડ ચોરી કરી મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. બાતમીના આધારે જૂનાગઢ પોલીસે વોચ ગોઠવી અને બંને શખ્સની ધરપકડ કરી છે.
બંને આરોપી અલગ-અલગ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં અસંખ્ય ગુનાઓ નોંધાયા છે. હાલ તો બંને આરોપીઓ પાસેથી મુદ્દા માલ કબજે કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં હજુ પણ અન્ય આરોપીની નામ ખુલી શકે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપી મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે. જેઓ 7 રાજ્યોમાં કુલ 51 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યા છે. સાત રાજ્યોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડું, કર્ણાટક સામેલ છે. આરોપીઓએ ગુજરાતમાં જ છ અલગ અલગ જગ્યાએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની માહિતી છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી હતી કે, ATMમાં કોઈ અશક્ત કે વૃદ્ધ વ્યક્તિ આવે તેને મદદ કરવાના બહાને તેમનું ATM કાર્ડ લઈ લેવું. જ્યારે સામે વાળી વ્યક્તિ ATMમાં પાસવર્ડ નાખે તો તેને જોઈ લેવો ત્યારબાદ ATM પરત આપતી વખતે પોતાની પાસે રહેલું જે-તે બેંકનું ATM સામે વાળી વ્યક્તિને આપી દઈ તેનું ATM પોતાની પાસે રાખી લેવું. આમ, ATMની અદલા બદલી બાદ આરોપીઓ નિશાને બનાવેલા વ્યક્તિનું ખાતુ ખાલી કરી નાખતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત