Homeગામનાં ચોરેગુજરાત રમખાણ મામલે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને આપી ક્લિનચીટ, ઝાકિયા જાફરીની અરજી...

ગુજરાત રમખાણ મામલે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને આપી ક્લિનચીટ, ઝાકિયા જાફરીની અરજી ફગાવી

Team Chabuk-National Desk: ગુજરાત રમખાણ મામલે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી છે અને ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનાર SIT રિપોર્ટની વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી.

મહત્વનું છે કે, 72 વર્ષના અહસાન જાફરી કોંગ્રેસના નેતા અને સાંસદ હતા. તેઓને અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં તેમના ઘરમાંથી કાઢીને ઉશ્કેરાયેલા લોકોએ મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની પત્ની ઝાકિયાએ SITના રિપોર્ટને પડકાર્યો હતો. અહેસાન જાફરીના પત્ની જાકીયા જાફરી સીટ અને તત્કાલીન મુખ્યમંત્રી સહિત અનેક લોકોની આ તોફાનોમાં સંડોવણી હોવાની અને સીટ દ્વારા તેમને છાવરવામાં આવ્યા હોવાના મુદ્દે વર્ષોથી કોર્ટમાં લડત આપી રહ્યા હતા. જો કે ગત્ત સુનાવણી દરમિયાન તેમણે જ પોતાના નિવેદનમાં મોટુ પરિવર્તન કરતા આખરે સુપ્રીમ કોર્ટે અરજીને ડિસમિસ કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સીટ દ્વારા પીએમ મોદીને અપાયેલ ક્લિનચીટને પડકારી હતી. 

ઝાકિયા જાફરી પહેલાથી જ નરેન્દ્ર મોદી સહિતના અનેક નેતાઓ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડે છે. નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી તમામ સ્તરે લડત લડ્યા બાદ આખરે હવે તેમણે પોતાનાં નિવેદનમાં મોટું પરિવર્તન કર્યું હતું. જેની અસર તેમના વકીલના નિવેદન પર પણ જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટમાં જાફરી તરફથી હાજર વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની પેઠને કહ્યું કે, તેમણે પૂર્વ મુખ્યમંત્રીની કોઈ પણ કથિત સંડોવણી અંગે ક્યારે પણ તર્ક નથી આપ્યો. અમારો પ્રયાસ તે વાત પર છે કે, કાવત્રાના અનેક મોટા મુદ્દાઓ છે તે ખાસ તપાસ દળ (સીટ) દ્વારા આ મુદ્દાઓની તપાસ પણ નથી કરવામાં આવી. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments