Homeગુર્જર નગરીશા માટે 7 વર્ષનો લક્કી એકલો જ રાજકોટથી જૂનાગઢ પહોંચી ગયો ?...

શા માટે 7 વર્ષનો લક્કી એકલો જ રાજકોટથી જૂનાગઢ પહોંચી ગયો ? કારણ જાણી ચોંકી જશો

Team Chabuk-Gujarat Desk: રાજકોટના કોઠારિયામાં રહેતું સાત વર્ષનું  બાળક જૂનાગઢથી મળી આવ્યુ. બાળક ટ્રકમાં બેસી જૂનાગઢ પહોંચી ગયું હતું. અહીં બાળક શંકાસ્પદ હાલતમાં ફરતો જોવા મળતા સામાજીક કાર્યકરે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના વાલીઓનો સંપર્ક કર્યો અને જૂનાગઢ બોલાવી બાળકનું માતૃ-પિતા સાથે મિલન કરાવ્યું. માતા પિતા સાથે મિલન કરાવતા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, અભ્યાસ ન કરવો પડે અને શિક્ષકની બીકથી તે ઘરેથી નીકળી ગયો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જૂનાગઢના મજેવડી દરવાજા નજીક સાતેક વર્ષનું બાળક શંકાસ્પદ હાલતમાં ફરતું હતું. આ બાળક પર ઇકો કાર ચલાવતા ઇકો ચાલક સમીરભાઈ કાદરી તથા સામાજિક આગેવાન ઝાકીરભાઈ કુરેશીનું ધ્યાન ગયું હતુ. બાદમાં અગ્રણી આ બાળકને ડીવાયએસપી કચેરીએ લઈને પહોંચી ગયા હતા. જ્યાં પોલીસ સ્ટાફ દ્વારા બાળકને તેના ઘરનું સરનામું અને વાલીના નામ પુછતા તે રાજકોટ હોવાનું જ માત્ર જણાવતો હતો.

shreeji dhosa

જૂનાગઢ પોલીસે રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરતા માલવિયાનગર કે તાલુકા સહિતના પોલીસ સ્ટેશનોમાં કોઈ બાળક ગુમ થયા અંગે કોઈ જાણ ન હતી. જેથી પોલીસ માટે તેના માતાપિતાનો પતો મેળવવા મુંઝવણમાં મુકાઈ હતી.

shreeji dhosa

ડીવાયસેસપી પ્રદીપસિંહ જાડેજાએ સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર બાળકનો ફોટો મુકવાની સાથે સામાજીક આગેવાનોની મદદ લીધી હતી. જે બાદ જાણવા મળ્યું હતું કે, બાળક રાજકોટના કોઠારીયા સોલ્વટ પાસે આવેલા મરછો નગરમાં રહેતું હતું. વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, બાળક મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના રહેવાસી અને મજૂરી કરતા ધર્મેન્દ્રભાઈ મેપાલાલ રાજપુતનો પુત્ર આર્યન ઉર્ફે લક્કી છે.

બાદમાં માતા-પિતાનો સંપર્ક કરી તેમના પુત્ર અત્રે હોવાની જાણ કરી હતી. જેથી તેઓ બંન્ને જૂનાગઢ આવતા પોલીસ અધિકારીએ માતા-પિતાનું બાળક સાથે મિલન કરાવ્યું હતું.ત્યારબાદ બાળક અત્રે શું કામ આવ્યો તે અંગે પૂછતા તેને અભ્યાસ કરવો ન હોવાથી અને શાળાએ શિક્ષકની બીક હોવાથી પોતે ટ્રકમાં બેસી જૂનાગઢ આવી ગયાનું જણાવ્યુ હતુ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments