Homeગુર્જર નગરીઅંતિમ સફરઃ જૂનાગઢના અરેણા નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં બે...

અંતિમ સફરઃ જૂનાગઢના અરેણા નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં બે જીગરીના મોત

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માંગરોળ તાલુકાના આરેણા ગામ નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા બે મિત્રોના મોત થયા. બંને મિત્રો આરેણા ગામથી માંગરોળ પરત આવી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો અને બંને મિત્રો કાળનો કોળિયો બની ગયા.

અકસ્માત બાદ એક મિત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બીજા મિત્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બંને મિત્રોના મોતથી તમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ માંગરોળમાં રહેતા અયુબ મહમદભાઈ કાલવાત અને તેના મિત્ર રવિ રણજીત બાઈક પર આરેણા ગામ ગયા હતા. જયાંથી બંને મિત્રો બાઈક પર પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સુપરવડની સીમ પાસે બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક અથડાતા આયુબભાઈ અને તેના મિત્ર રવિભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા.

બીજી તરફ બનાવની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અયુબભાઈને મૃત જાહેર કર્યો હતો. જયારે રવિને પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.હાલ આ સમગ્ર ઘટના મુદ્દે  બેદરકારીથી ટ્રક પાર્ક કરનારા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે અકસ્માત સંબંધે તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments