Team Chabuk-Gujarat Desk: મહેસાણામાં 2018માં બનેલી સામુહિક દુષ્કર્મની ઘટના મુદ્દે કોર્ટે 7 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આરોપીઓએ મહિલાને અવાવરૂ જગ્યા પર લઈ જઈ સતત 10 કલાક સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું.

2018માં આ હૈયુ કંપાવનારી ઘટના બની હતી. મહિલા અમદાવાદથી રાધનપુર જવા નીકળી હતી. મહેસાણાથી તે એક રિક્ષામાં બેઠી હતી. એકલી મહિલાને જોઈ હવસખોર આરોપીની નીયત બગડી હતી.

રિક્ષા ચાલક અને તેના મિત્રો મહિલાને અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા. અવાવરુ જગ્યા ઉપરાંત આરોપીઓએ એક ગેસ્ટહાઉસમાં પણ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એક પછી એક મિત્રોને બોલાવી કુલ 7 દોષિતોએ મહિલાને પીંખી હતી. દોષિતો બપોરે 3 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી ગુજારતા દુષ્કર્મ ગુજરતા રહ્યા હતા. આ દરમિયાન મહિલાને મોકો મળતા તે નજીકના ગેરેજમાં જતી રહી હતી જેને લઈને તેનો જીવ બચી ગયો હતો.આ કેસમાં સરકારી વકીલે કુલ 29 સાક્ષી તપાસ્યા હતા તેમજ કોર્ટમાં કુલ 80 જેટલા પુરાવાઓ રજૂ કર્યા હતા.
કોને ફટકારાઈ સજા ?
નવસદખાન ઉર્ફે દબંગ બહેલીમ
જાવિદખાન ઉર્ફે નુરો પઠાણ
સોહિલ ઉર્ફે અક્કો સિપાઈ
રાકેશ રાવળ
રાજેન્દ્રસિંહ ઉર્ફે ટીનો ઝાલા
અજયસિંહ ઉર્ફે કાળુ ઠાકોર
વિજયસિંહ ઉર્ફે વિજ્યો ઠાકોર
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત