Homeગુર્જર નગરીજૂનાગઢઃ મેંદરડાના કનેડીપુરમાં બે સિંહે પશુનું મારણ કરી આરામથી મીજબાની માણી

જૂનાગઢઃ મેંદરડાના કનેડીપુરમાં બે સિંહે પશુનું મારણ કરી આરામથી મીજબાની માણી

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના મેંદરડાના કનેડીપુર ગામમાં રાત્રીના સમયે બે સિંહે પશુનું મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. બંને સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા હતા અને ગામમાં લટાર મારી એક પશુનું મારણ કર્યા બાદ આરામથી મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

ગીર જંગલ પંથકમાં સિંહો ગામમાં આંટાફેરા કરતાં જોવા મળે તે સામાન્ય વાત છે. જો કે, આવી ઘટનાથી ગામલોકોની મુશ્કેલી વધે છે. તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકના એક ગામમાં બે સિંહો આવી ચડ્યા હતા. મળતી મહિતી મુજબ મેંદરડા પંથકના કનેડીપુર ગામમાં ગતરાત્રીના સમયે રહેણાંક વિસ્તારમાં એકી સાથે બે સિંહો આવી ચડ્યા હતા. બાદમાં ગામમાં શિકારની શોધમાં આંટાફેરા કરી એક ચોકમાં પશુ જોવા મળતા તેના પર તરાપ મારી શિકાર કર્યો હતો. બાદમાં ચોકમાં જ બંન્ને સિંહોએ આરામથી પશુની મીજબાની માણી હતી.

coop rajkot

આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગામમાં બે સિંહોએ આવી ચડી પશુનું મારણ કર્યાના સમાચારથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં જંગલમાં પાણીની અછતના કારણે પાણીની શોધમાં જંલગીપ્રાણી રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોય છે. ગીર પંથકના મેંદરડા, તાલાલા, કોડીનાર અને ગીરગઢડા પંથકમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments