Team Chabuk-Gujarat Desk: રાજકોટના જસદણના વાજસુરપરામાં રહેતા રીટા વનમાળીદાસ દેસાણી નામની પરણિત મહિલાએ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ. રીટા દેસાણી તેના પરિવાર સાથે રહેતા હતા. આત્મહત્યા કરતાં પહેલાં રીટા દેસાણીએ એક સુસાઈડ નોટ લખી હતી જેમાં અઝીમ રહીમ ડોડિયા નામના શખ્સ વિરુદ્ધ ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. સુસાઈડ નોટમાં પરણિતાએ આરોપ લગાવ્યો છે કે, તેના મોત પાછળ તેનો પ્રેમી અઝીમ રહીમ જવાબદાર છે. અઝીમે પ્રેમમાં દગો આપતા રીટા દેસાણીએ મોતને વ્હાલું કર્યું હતું.
છેલ્લા 4 વર્ષથી રીટાબેનને તેના જ વિસ્તારમાં રહેતા અઝીમ રહીમ ડોડિયા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. અઝીમ અને રીટા બંને પરણિત હતા. અઝીમે રીટાને લાલચ આપી હતી કે હું મારી પત્નીને છૂટાછેટા આપીને તને મારી પત્ની બનાવીશ. આરોપ છે કે, લગ્નની લાલચ આપી અઝીમે 4 વર્ષ સુધી અનેક વાર શરીર સબંધ પણ બાંધ્યા હતા. 4 વર્ષ સુધી અઝીમના જુઠ્ઠા લગ્નના વાયદાથી ત્રાસેલી રીટાએ આખરે અંતિમ નિર્ણય લઈ લીધો છે.
પોલીસ સૂત્રોનું માનીએ તો. રીટાએ મરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં અઝીમે તેને આપેલી લગ્નની લાલચ અને વારંવારના શારીરિક સબંધ વિશે લખ્યું છે. જો કે, આખરે અઝીમે રીટાને પત્ની તરીકે સ્વીકારવાની ન પાડતા રિટાને લાગી આવ્યું હતું. જો કે, આ ઘટનામાં બે પરિવાર વખાઈ ગયા છે. રીટાએ અંતિમ પગલું ભરતા તેનો પતિ અને સંતાનો પર આભ તૂટ્યું છે. તો બીજી તરફ અઝીમે હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે જેને લઈને તેના પરિવારની પણ મુશ્કેલી વધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત