Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના વંથલી નજીક એક યુવક સાથે અજાણ્યા યુવકે 11 હજારથી વધુ રૂપિયાની લૂંટ થઈ. આરોપીએ રસ્તામાં યુવકની અટકાવીને બળજબરી કરી હતી. એટલું જ નહીં બંદૂક જેવું હથિયાર બતાવી લૂંટ ચલાવી હતી.
આરોપ છે કે, પોરબંદરમાં રહેતો પાર્થ નિમાવત બાઈક લઈને પોરબંદરથી વિસાવદર તરફ જતો હતો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સે ફરિયાદી પાર્થને તું દારૂની હેરાફેરી કરે છે, તને ચેક કરવો છે તેમ કહી રોકાવ્યો હતો. ત્યારબાદ પાર્થના ખિસ્સામાંથી રૂ.11,600 બળજબરી પૂર્વક કઢાવી લીધા હતાં. અને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં આરોપીએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી. જેને લઈને ફરિયાદી ડરી ગયો હતો. બીજી તરફ રૂપિયા લઈને આરોપી ફરાર થઈ ગયો હતો.
હાલ આ સમગ્ર મુદ્દે વંથલી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પકડાયા બાદ ખબર પડશે કે આરોપી રીઢો ગુનેગાર છે કે કોઈ જાણભેદુ છે. ઉપરાંત તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું ? આ સમગ્ર કેસ અંગે વધુ તપાસ પીએસઆઈ વી.કે ઉજીયા ચલાવી રહ્યાં છે. જો કે, રસ્તા પર ખુલ્લેઆમ લૂંટની ઘટનાથી ફરી એકવાર શહેરીજનોની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત