Homeતાપણુંજમ્બો માળખુઃ ‘આપ’નું નવું માળખું જાહેર, ઈશુદાન અને ઈન્દ્રનીલનું પ્રમોશન, જાણો કોને...

જમ્બો માળખુઃ ‘આપ’નું નવું માળખું જાહેર, ઈશુદાન અને ઈન્દ્રનીલનું પ્રમોશન, જાણો કોને શું પદ મળ્યું

Team Chabuk-Political Desk: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ જમ્બો માળખું જાહેર કર્યું છે. થોડા દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સિવાયનું તમામ માળખું વિખેરી નાખ્યું હતું. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણીને ધ્યાને લઈને નવું માળખું જાહેર કર્યું છે. આ નવા માળખમાં આશરે 850 જેટલાના વિવિધ પદો પર નિમણૂક આપવામાં આવી છે. આ નવા માળખામાં આપ નેતા ઈશુદાન ગઢવીને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે. તો સાગર રબારી, જગમાલ વાળા, રીનાબેન રાવલ અને અર્જુન રાઠવાને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. કૈલાશ ગઢવીને ખજાનચીની જવાબદારી મળી છે. મનોજ સોરઠીયાને જનરલ સેક્રેટરી બનાવાયા છે. હજી બીજુ લિસ્ટ આવશે તેવું પણ જણાવાયુ છે. 

નવા સંગઠનની જાહેરાત કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ કે, આજનો દિવસ આપના કાર્યકર્તા માટે ઐતિહાસિક છે. એક તાકાતવાળું વિશાળ માળખું બનવાની જરૂર હતી, જેમાં જૂનું માળખું વિખેર્યું છે. ગત મહિને અમે પરિવર્તન યાત્રા કાઢી હતી. આ પરિવર્તન યાત્રા અમે વિધાનસભાની 182 સીટ પર કાઢી હતી અને આ યાત્રામાં લોકોનો સારો પ્રતિસાદ રહ્યો હતો. ગામડા બેઠકમાં અને 10 હજાર ગામડાની ઓળખ કરી છે. ગુજરાતના લોકો હવે બદલાવ માટે તૈયાર છે. નવા માળખામાં ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવાયા છે. લોકો વિકલ્પની રાહ જોઈ રહ્યા છે. જનતા સાથે અને પરમાત્માના આશીર્વાદ હશે તો આ વખતે ચોક્કસ બદલાવ આવશે. 

ઈશુદાન ગઢવીએ કહ્યુ કે, અમારા પદાધિકારીઓનું પહેલી લિસ્ટ જાહેર થઈ ગયુ છે. તમામને અભિનંદન આપીએ છીએ. હજી બીજુ લિસ્ટ આવશે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રી રહશે. એટલે કે એક વિધાનસભામાં ચાર બ્લોક પાડવામાં આવ્યા છે. આજના લિસ્ટમાં જેમના નામ રહી ગયા છે એમનું નામ બીજા લિસ્ટમાં આવશે. તમામ લોકોને લઈને એક કાર્યક્રમ રાખવામાં આવશે. 

તો પ્રભારી સંદીપ પાઠકે કહ્યુ કે, પરિવર્તન યાત્રા 182 વિધાનસભામાં નીકળી હતી. જેમાં લોકોનો અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમાં લોકોએ પાર્ટીને જાણી. સંગઠન બે પ્રકારના છે. જેમાં એક મોટું હોય છે, બીજું સ્વસ્થ સંગઠન હોય છે. ગુજરાતમાં આપના મુખ્યમંત્રીનો ચહેરો પણ યોગ્ય સમયે જાહેર કરીશું. અમારી પાર્ટી મોટી થઈ રહી છે. ઈશુદાનને રાષ્ટ્રીય સ્તર પર ઉપયોગ કરીશું. સંગઠન બદલવાનું મુખ્ય કારણ એ છે કે પાર્ટી મોટી થઈ રહી છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments